જિનશાસનનાં ઇતિહાસમાં 528 વર્ષ બાદ 77 મુમુક્ષુઓએ સંયમનો માર્ગ અપનાવ્યો

જૈન શાસનનાં ઇતિહાસમાં સૌથી મોટા દીક્ષા સમારોહનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. સુરતમાં આજે વેસુમાં 77 અને પાલમાં 19 મુમુક્ષુઓએ સામુહિક દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષાર્થીઓ અમર રહો, ધર્મનાં માર્ગે ચાલોનાં નારા સાથે મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરતા રત્નત્રયી સમર્પણ મંડલમાં જયજયકારનાં નારાઓ લાગ્યા હતા. 16 હજાર ફૂટનાં લાકડામાંથી બનેલા જિનાલયમાં મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. 40 હજારથી પણ વધારે લોકોએ મહોત્સવમાં હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 77 દીક્ષાર્થીઓમાં મુંબઇ, સુરત, અમદાવાદ ઉપરાંત બેંગ્લુરૂ, પુના, કોઇમ્બતુર, બાડમેર સહિતનાં મુમુક્ષોનો પણ સમાવેશ થાય છે. 

જિનશાસનનાં ઇતિહાસમાં 528 વર્ષ બાદ 77 મુમુક્ષુઓએ સંયમનો માર્ગ અપનાવ્યો

સુરત : જૈન શાસનનાં ઇતિહાસમાં સૌથી મોટા દીક્ષા સમારોહનો આજથી પ્રારંભ થઇ ચુક્યો છે. સુરતમાં આજે વેસુમાં 77 અને પાલમાં 19 મુમુક્ષુઓએ સામુહિક દીક્ષા ગ્રહણ કરી હતી. દીક્ષાર્થીઓ અમર રહો, ધર્મનાં માર્ગે ચાલોનાં નારા સાથે મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરતા રત્નત્રયી સમર્પણ મંડલમાં જયજયકારનાં નારાઓ લાગ્યા હતા. 16 હજાર ફૂટનાં લાકડામાંથી બનેલા જિનાલયમાં મુમુક્ષુઓએ દીક્ષા લીધી હતી. 40 હજારથી પણ વધારે લોકોએ મહોત્સવમાં હાજરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 77 દીક્ષાર્થીઓમાં મુંબઇ, સુરત, અમદાવાદ ઉપરાંત બેંગ્લુરૂ, પુના, કોઇમ્બતુર, બાડમેર સહિતનાં મુમુક્ષોનો પણ સમાવેશ થાય છે. 

જૈનશાસનનાં ઇતિહાસમાં દુર્લભ ગણાતા દીક્ષા સમારંભમાં દીક્ષાયુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વર મહારાજે સરળ બનાવ્યા બાદ અને મુમુક્ષ દીક્ષા તરફ વળ્યા છે. 1548માં એટલે કે 528 વર્ષ અગાઉ ઇડર ખાતે આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીનાં ઇતિહાસમાં 20,27,36 અને 44 દીક્ષા મહોત્સવો ઉજવાયા છે. એક સાથે 77 દીક્ષા આજે સુરતમાં પ્રથમવાર યોજાવા જઇ રહ્યો છે. જેથી આ ઐતિહાસિક પળ છે. 

પાલમાં ઓમકાર નગરી ખાતે રોમે રોમે પરમ સ્પર્શ વાટિકા નામથી આયોજીત સમુહ દીક્ષા મહોત્સવમાં કુલ 19 મુમુક્ષુઓએ સંયમનો માર્ગ અપનાવ્યો હતો. જે પૈકી 4 બાળ મુમુક્ષુઓ એક જ એક જ પરિવારનાં હતા. દીક્ષા માટે 80 હજાર ચોરસ ફુટનો વિશાળ મંડલ લગાવવામાં આવ્યો હતો. જેમાં 70 હજારથી વધારે મહેમાન, 18 ગચ્છપતી ભગવંતો, 1000 થી વધારે સાધુ મહાત્માઓની વિશેષ ઉપસ્થિતી રહી હતી. કુલ દીક્ષાર્થીઓ પૈકી 3 મુંબઇનાં અને 16 સુરતનાં હતા. વેસુનાં બલર હાઉસ ખાતે દોઢલાખ ચોરસ ફુટનાં વિશાળ મેદાનમાં પણ દીક્ષા મહોત્સવ યોજાયો હતો. જેમાં 24 હજારથી વ ધારે લોકો પધાર્યા હતા. મહોત્સવને સફળ બનાવવા માટે 15 કમિટીનાં 400થી વધારે કાર્યકર્તાઓ વ્યવસ્થા કરી રહ્યા હતા. 400થી વધારે કાર્યકર્તાઓનાં દિવસરાત મહેનત કરીને સમગ્ર ઉત્સવને સફળ બનાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news