શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગ, પોલીસ કસ્ટડીમાં આરોપી બોલ્યો- દેશમાં માત્ર હિન્દુનું ચાલશે
શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગ થવાની માહિતી છે. પોલીસે ગોળી ચલાવનાર વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે.
Trending Photos
નવી દિલ્હીઃ જામિયા નગરમાં સંશોધિત નાગરિકતા કાયદા (CAA) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર ફાયરિંગ બાદ આજે શાહીન બાગમાં પણ ફાયર કરવામાં આવ્યું છે. પ્રદર્શન સ્થળથી થોડે દૂર એક વ્યક્તિએ હવામાં ફાયરિંગ કર્યું છે. જાણવા મળી રહ્યું છે કે આરોપીએ બે કે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. હાલ તે પોલીસની કસ્ટડીમાં છે. પોલીસ કસ્ટડીમાં ફાયરિંગ કરનાર વ્યક્તિએ કહ્યું, 'અમારા દેશમાં કોઈ અન્યનું ચાલશે નહીં, માત્ર હિન્દુઓનું ચાલશે.'
#UPDATE No injuries have been reported in the incident of firing at Shaheen Bagh. #Delhi https://t.co/RNNuFuznxn
— ANI (@ANI) February 1, 2020
આરોપીએ પોતાનું નામ કપિલ ગુર્જર જણાવ્યું છે. તો નોઇડા બોર્ડરની પાસે દલ્લૂપુરા વિસ્તારમાં રહે છે. ડીસીપી ચિન્મય વિસ્વાલે જણાવ્યું કે, આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું છે. પોલીસે તેને સીધો દબોચી લીધો હતો. માહિતી પ્રમાણે તેને સરિતા વિહાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે.
હજુ ગુરૂવારે જામિયા નગરમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર એક સગીરે ગોળી ચલાવી હતી, જેમાં જામિયાનો એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને લઈને દિલ્હી પોલીસ બધાના નિશાન પર હતી, કારણ કે પોલીસની હાજરીમાં આ ગોળીબાર થયો હતો.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે