રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવીમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના ગણદેવીમાં પોણા ચાર ઈંચ વરસાદ ખોબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને વલસાડના ધરમપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસા નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવીમાં વરસાદ નોંધાયો

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના ગણદેવીમાં પોણા ચાર ઈંચ વરસાદ ખોબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને વલસાડના ધરમપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસા નોંધાયો છે.

જ્યારે નવસારીમાં ગત મોડી રાતથી વરસાદની પધરામણી થઇ છે. લાંબા વિરામ બાદ વરસાદી માહોલ બન્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદને પગલે ધરતીનો તાત હરખાયો છે. નવસારી સીટી અને સુરતના ચોર્યાસી, પલસાણા અને મહુવામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આજે સવારથી 8 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહ્યું. સૌથી વધુ વરસાદ વલસાડ સીટીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં 0.75 ઇંચ, ચીખલીમાં 0.79 ઇંચ, ખેરગામમાં 0.66 ઇંચ અને વાંસદામાં 0.91 ઇંચ વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news