ચૂંટણી ટાંણે રાજસ્થાન બોર્ડર પાસેથી લાખોની ડુપ્લીકેટ નોટો પકડાઈ

બનાસકાંઠા પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડુપ્લીકેટ નોટ ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં 43 લાખ 30 હજાર રૂપિયા ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે. પકડાયેલી નોટો ચૂંટણીમાં કે સટ્ટાના ઉપયોગમાં લેવાની હતી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
ચૂંટણી ટાંણે રાજસ્થાન બોર્ડર પાસેથી લાખોની ડુપ્લીકેટ નોટો પકડાઈ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠા પોલીસે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ડુપ્લીકેટ નોટ ઘૂસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં 43 લાખ 30 હજાર રૂપિયા ડુપ્લીકેટ નોટ સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે. પકડાયેલી નોટો ચૂંટણીમાં કે સટ્ટાના ઉપયોગમાં લેવાની હતી કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લો આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે સંકળાયેલો છે અને એટલે જ અહીં થઈ અવાર-નવાર પાકિસ્તાની શખ્સો દ્વારા તો ક્યારેક અન્ય ગુનાહિત નેટવર્ક દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ આચરવામાં આવે છે. પોલીસ દ્વારા વારંવાર આ બનાવો પકડી પાડવામાં આવે છે. ત્યારે હાલમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં અન્ય રાજ્યોમાંથી બનાસકાંઠામાં આવતા તમામ વાહનોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજસ્થાનમાંથી અમીરગઢ બોર્ડર પસાર કરી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને પાલનપુર પાસે થોભાવી તેની તપાસી લેવામાં આવી હતી. તેમાં સ્લીપર કોચમાં સુતેલા એક શખ્સ પાસે રહેલા થેલાની તપાસી કરતા તેમાંથી લાખોની ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. 

પોલીસે તરત તેની પૂછપરછ કરતા તે રાજસ્થાનના બિકાનેરનો પુનમચંદ ઓમપ્રકાશ શર્મા હોવાનું કબુલ્યું હતું અને આ થેલામાં રહેલી 43 લાખ 30 હજારની બે-બે હજારની 2165 નોટો ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ નોટો બિકાનેરથી અજાણ્યા શખ્સે આપી હતી અને સુરતમાં નરેન્દ્ર કૈલાશચંદ ગુરાવા નામના વ્યક્તિને આપવા જણાવ્યું હતું. ત્યારે પ્રાથમિક તાપસમાં આ નોટોની સિરીયલ અંગે તપાસ કરતા પ્રિટિંગ અથવા ઝેરોક્ષ કરેલી હોવાનું માલુમ પડ્યું હતું. જોકે હાલમાં પોલીસે 43.30 લાખની ડુપ્લીકેટ નોટો સાથે પૂનમચંદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news