પાલનપુર: દરેક ગુજરાતીનું માથુ શરમથી ઝુંકે તેવી ઘટના, 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ

પાલનપુરમાં ફરી એકવાર ગુજરાતને શરમજનક સ્થિતીમાં મુકતી ઘટના બની છે. પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઇ છે. રેલવેના બંધ પડેલા ક્વાટરમાં 4 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. સૌથી મહત્વની વાત છે કે ક્વાટરમાંથી બાળકી બેભાન હાલતમાં મળી આવી છે. બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
પાલનપુર: દરેક ગુજરાતીનું માથુ શરમથી ઝુંકે તેવી ઘટના, 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ

અલ્કેશ રાવ/ પાલનપુર : પાલનપુરમાં ફરી એકવાર ગુજરાતને શરમજનક સ્થિતીમાં મુકતી ઘટના બની છે. પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઇ છે. રેલવેના બંધ પડેલા ક્વાટરમાં 4 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. સૌથી મહત્વની વાત છે કે ક્વાટરમાંથી બાળકી બેભાન હાલતમાં મળી આવી છે. બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

તાપી: સોનગઢ નજીક GSRTCની બસ, TRUCK અને Jeep વચ્ચે અકસ્માત, 7ના મોત
જો કે પ્રાથમિક તબક્કે ઘટના સામે આવતા પાલનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ આ હદ વિસ્તાર પાલનપુર રેલવે પોલીસ અંતર્ગત આવતો હોવાથી રેલવે પોલીસને સમગ્ર ઘટના અંગે માહિતગાર કરી હતી. હાલ રેલવે પોલીસે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જો કે ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પાલનપુરમાં વાત આગની જેમ ફેલાઇ ગઇ હતી. ઘટના સ્થળ પર મોટા પ્રમાણમાં લોકોનાં ટોળેટોળા ઉમટવા લાગ્યા હતા. હાલ તો બાળકીની હાલત ગંભીર હોવાનું પોલીસ જણાવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news