ACBનો સપાટો: એક જ દિવસમાં રાજ્યમાં 4 લાંચના કેસ, સરકારી અધિકારીઓમાં ફફડાટ
ગુજરાતમાં એસીબી(ACB)એ સપાટો બોલાવી એક દિવસમાં લાંચ(Bribe)ના ચાર કેસો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. પાટણ, સુરત, છોટાઉદેપુર અને દાહોદમાં એસીબીએ છટકુ ગોઠવીને પોલીસ(Police) કર્મચારી, સરપંચ અને ખાનગી વ્યકિતની ધરપકડ કરી હતી. ગુજરાત એસીબીએ પાટણ, સુરત, છોટાઉદેપુર અને દાહોદમા છટકુ ગોઠવીને 6 આરોપીની ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતમાં એસીબી(ACB)એ સપાટો બોલાવી એક દિવસમાં લાંચ(Bribe)ના ચાર કેસો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. પાટણ, સુરત, છોટાઉદેપુર અને દાહોદમાં એસીબીએ છટકુ ગોઠવીને પોલીસ(Police) કર્મચારી, સરપંચ અને ખાનગી વ્યકિતની ધરપકડ કરી હતી. ગુજરાત એસીબીએ પાટણ, સુરત, છોટાઉદેપુર અને દાહોદમા છટકુ ગોઠવીને 6 આરોપીની ધરપકડ કરી છે.
પાટણનો એએસઆઇ 6 હજારની લાંચ લેતા ઝડપાયો
બી ડીવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ ધીરજ દેસાઈની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ કેસમાં મદદરૂપ થવા અને હેરાન નહિ કરવા રૂપિયા 10 હજારની લાંચ માંગી હતી. અને અંતે રૂપિયા 6 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો.
સુરતમાં મહિલા સરપંચનો પતિ લાંચ લેતા ઝડપાયો
સુરતના સરસગામના મહિલા સરપંચના પતિ બ્રિજેશ પટેલ રૂપિયા 25 હજારની લાંચ લેતા ઝડપાયો છે. ગામમા ફરિયાદીનું જીંગા તળાવને તોડી નહિ પાડવા અને ચલાવવા માટે રૂપિયા 25000ની લાંચ માંગી હતી.
બનાસકાંઠા: પવિત્ર ભૂમી ગણી સ્મશાનમાં ભજન, કિર્તન અને ભોજનનું અનોખું આયોજન
આરોપીને મોબાઇલ પરત કરવા પોલીસે માગી લાંચ
ઝોઝ આઉટ પોલીસ સ્ટેશનના એલઆરડી મનોજ પરમાર અને એએસઆઈ વનરાજસિંહ ગોહિલ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે. દારૂના કેસમાં પકડેલા આરોપીનો મોબાઈલ પરત આપવા માટે પોલીસ કર્મચારીઓએ રૂપિયા 20 હજારની માગણી કરી હતી. અને 15 હજારમા લાંચ નકકી કર્યા બાદ 10 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.
દાહોદમાં પીએસઆઇ 40 હજારની લાંચ લેતા ઝડપાયો
દાહોદના કતવારા પોલીસ સ્ટેશનમા પીએસઆઈ આરઆર રબારી અને કોન્સ્ટેબલ હાર્દિક બારીયા રૂપિયા 40 હજારની લાંચ કેસમાં ઝડપાયા હતા. લૂંટ કેસમાં પકડાયેલા આરોપીઓને માર નહિ મારવા બાબતે લાંચ માગી હતી.
રાજ્યમાં વરસાદને કારણે ખેલૈયા નિરાશ, રાજપથ-કર્ણાવતીએ ગરબા કર્યા Cancel
ગુજરાતમાં એસબીએ ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવી છે. એક દિવસમાં ચાર લાંચના કેસો થતા સરકારી બાબુઓમા ખળભળાટ મચ્યો છે. ત્યારે એસીબીએ ભ્રષ્ટાચારી સરકારી બાબુઓને પકડવા માટેનો એકશન પ્લાન તૈયાર કર્યો છે.
Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે