Gir ના સૌથી વૃદ્ધ સિંહનું નિધન, 22 વર્ષ જીવવાનો બનાવી રેકોર્ડ દુનિયાથી લીધી વિદાય

એશિયાટિક સિંહો (Asiatic Lion) માટે ગુજરાતનું ગીર જંગલ (Gir Forest) સૌથી પ્રખ્યાત છે. ગીર જંગલના સૌથી વધુ ઉંમરના સિંહે (Lion) શનિવારે દુનિયામાંથી વિદાય લીધી છે. આ સિંહનું નામ ધીર હતું. ધીરે (Dhir Lion) 22 વર્ષની લાંબી જિંદગી જીવી છે

Gir ના સૌથી વૃદ્ધ સિંહનું નિધન, 22 વર્ષ જીવવાનો બનાવી રેકોર્ડ દુનિયાથી લીધી વિદાય

જૂનાગઢ: એશિયાટિક સિંહો (Asiatic Lion) માટે ગુજરાતનું ગીર જંગલ (Gir Forest) સૌથી પ્રખ્યાત છે. ગીર જંગલના સૌથી વધુ ઉંમરના સિંહે (Lion) શનિવારે દુનિયામાંથી વિદાય લીધી છે. આ સિંહનું નામ ધીર હતું. ધીરે (Dhir Lion) 22 વર્ષની લાંબી જિંદગી જીવી છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં (Junagadh Sakkarbaug Zoo) તેનું અવસાન થયું છે. ધીર પહેલા ગીર ફોરેસ્ટમાં કોઈપણ સિંહે 20 વર્ષની વય પૂર્ણ કરી નથી. આ રેકોર્ડ 2 વર્ષ પહેલા ધીરે તોડ્યો હતો.

માત્ર 15 થી 17 વર્ષ સુધી જીવે છે સિંહ
એશિયાટિક સિંહોની (Asiatic Lion) ઉંમર 15 થી 17 વર્ષની વચ્ચે હોય છે. જો કે, ગીરના જંગલમાં (Gir Forest) કેટલાક સિંહો 19-20 વર્ષની વય સુધી જીવંત રહ્યા છે. ધીરે (Dhir Lion) 22 વર્ષની લાંબી જિંદગી જીવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

2004 માં ધીરનું કરાયું હતું રેસ્ક્યૂ
સક્કરબાગ ઝૂના (Sakkarbaug Zoo) આરએફઓ નીરવ મકવાણાએ જણાવ્યું હતું કે, ધીર છેલ્લા 17 વર્ષથી જૂનાગઢના (Junagadh) સક્કરબાગ ઝૂમાં રહેતો હતો. 2004 માં તેનું ગીર ફોરેસ્ટમાંથી (Gir Forest) રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 5 વર્ષની ઉંમરથી જ સક્કરબાગ ઝૂ ધીરનું ઘર બની ગયું હતું.

No description available.

તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો. આ કારણે તેનું ચાલવાનું પણ બંધ થઈ ગયું હતું. પહેલાની સરખામણીએ તેનો ખોરોક પણ ઓછો થઈ ગયો હતો. વન વિભાગના તબીબો સતત તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ધીરે શનિવાર સવારે પોતાની આંખ ખોલી ન હતી. આ સાથે સક્કરબાદ ઝૂનું તે વાડ નિર્જન બન્યો છે, જ્યાં ધીરની ગર્જના ગુંજતી રહેતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news