‘વાયુ’ વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની ધજા ચઢાવવાની પ્રથા બદલાઈ
વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પહેલીવાર અનોખો નજારો જોવા મળ્યો છે. યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર પર એક સાથે બે ધજા ચડાવાઈ હોય એવો પહેલો પ્રસંગ બન્યો છે. જગતના નાથના મંદિર પર પહેલી વખત 56 ગજની બીજી ધજા મંદિર પર ચઢાવવામાં આવી છે. દ્વારિકાધીશ મંદિર પર બે ધજા ચડાવાઈ હોય એવો આ પહેલો પ્રસંગ છે.
Trending Photos
રાજુ રૂપારેલીયા/દ્વારકા :વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પહેલીવાર અનોખો નજારો જોવા મળ્યો છે. યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર પર એક સાથે બે ધજા ચડાવાઈ હોય એવો પહેલો પ્રસંગ બન્યો છે. જગતના નાથના મંદિર પર પહેલી વખત 56 ગજની બીજી ધજા મંદિર પર ચઢાવવામાં આવી છે. દ્વારિકાધીશ મંદિર પર બે ધજા ચડાવાઈ હોય એવો આ પહેલો પ્રસંગ છે.
સામાન્ય રીતે દ્વારકા મંદિર પર રોજ 5 વખત ધજા ચઢાવવામાં આવે છે. પણ એક સાથે બે ધજા ક્યારેય ચઢાવાતી નથી. પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે, ભગવાનના મંદિર પર બે ધજાઓ લહેરાઈ રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, અત્યારે જે શ્રદ્ધાળુઓ ભગવાનનાં દર્શન કરવા આવ્યા હતા તેમનો મનોરથ હતો કે, ભગવાનને બીજી ધજા ચઢાવીશ. તે માનતા પૂરી કરવા અને ભક્તનો ભાવ ન તૂટે તે માટે બીજી ધજા ચઢાવાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે