સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્વિમિંગ પુલમાં 15 દિવસમાં 2ના મોત
મહાનગરપાલિકા સંચાલિત સ્વીમીંગ પુલમા છેલ્લા પંદર દિવસથી ઇસ્ટ્રકટરોની બેદરકારીને કારણે કિશોર સહિત 2ના મોત નીપજી ચુકયા છે. ત્યારે આ બંને બનાવમા મનપા દ્વારા કોઇ પણ પ્રકારના કાયદાકીય પગલા ન લેવાતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: મહાનગરપાલિકા સંચાલિત સ્વીમીંગ પુલમા છેલ્લા પંદર દિવસથી ઇસ્ટ્રકટરોની બેદરકારીને કારણે કિશોર સહિત 2ના મોત નીપજી ચુકયા છે. ત્યારે આ બંને બનાવમા મનપા દ્વારા કોઇ પણ પ્રકારના કાયદાકીય પગલા ન લેવાતા લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.
સુરતના અડાજણ વિસ્તારમા મનસુખભાઇ ભાતપોરવાળા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જેઓ પોતાના ઘર પાસે જ આવેલા મનપા સંચાલિત સ્વમીંગ પુલમા ન્હાવા માટે રોજેરોજ જતા હતા. જો કે ગતરોજ એક એવી ઘટના બની હતી જેમા મનસુખભાઇનું મોત નીપજયુ હતુ. રોજેની જેમ મનસુખભાઇ અડાજણ સ્થિત સ્વીમીંગ પુલ નાહવા પડયા હતા. જ્યા ઇસ્ટેકટરો પણ પોતાની ફરજ બજાવી રહ્યા હતા.
સાબરમતી હોવા છતા અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં વાવેતરમાં 60 ટકાનો ઘટાડો
જો કે એકાએક મનસુખભાઇ સ્વીમીંગ પુલના પાણીમા ડૂબી જતા તેમનું કરુણ મોત નીપજયુ હતુ. આ ઘટનાની જાણ થતા જ પરિવારજનો તથા અડાજણ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરિવારજનોએ ઇસ્ટેકટરોની બેદરકારીને કારણે મનસુખભાઇનું મોત નીપજયુ હોવાનો આક્ષેપ કર્યો હતો.
કેદી નંબર 1750: બળાત્કારી નારાયણના કાજુ-બદામ બંધ, જેલનું ખાવાનું મળશે
મહત્વની વાત એ છે કે, 15 દિવસ પહેલા જ ભટાર સ્થિત મનપાના સ્વીમીંગપુલમાં ઇસ્ટેકટરોની બેદરકારીને કારણે એક 12 વર્ષના કિશોરનુ મોત નીપજયુ હતુ. જેમા મનપા દ્વારા પોલીસ ફરિયાદ કરવાના બદલે ઇસ્ટેકટરોને સસ્પેન્ડ જ કર્યા હતા. ત્યારે આ ઘટનામા હવે મનપા કોઇ કાયદાકીય પગલા આવા ઇસ્ટ્રેકટરો સામે લે છે કે કેમ તે જોવુ રહ્યુ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે