ગુજરાતના બે જિલ્લામાં ડૂબવાથી 4ના કરૂણ મોત, બન્ને ઘટનાઓ જાણી રૂવાડાં ઉભા થશે!
કચ્છના માંડવી દરિયામાં 4 લોકો ડૂબ્યા, જેમાં 2 બાળકોનું જૂબી જવાથી મોત, તો મહેસાણાના કડીની કેનાલમાં ન્હાવા પડેલા 2 યુવકોનાં ડૂબી જવાથી નીપજ્યાં મોત.
Trending Photos
ઝી બ્યુરો/મહેસાણા: રાજ્યમાં હાલ તો વરસાદે વિરામ લીધો છે, તેમ છતાં તળાવ-નદીઓ અને દરિયામાં ડૂબી જવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આજે રવિવાર ગોઝારો બન્યો હોય તેમ એક પછી એક બે ઘટનાઓ બની હતી. જેમાં 6 લોકો ડૂબ્યા હતા, જેમાંથી ચારના કરૂણ મોત થયા છે. કચ્છના માંડવીમાં દરિયામાં 3 કિશોર સહિત 4 યુવાનો ડૂબ્યા હતા. જેમાં બે કિશોરનું દરિયામાં ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે એક યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી.
કચ્છના દરિયામાં ડૂબતાં 2ના મોત
કચ્છના માંડવી વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંડવીના દરિયામાં ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે. જેમાં બે કિશોરના ડૂબી જવાથી મોત થયા છે જ્યારે એકને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યો છે. એક યુવક હજુ પણ લાપતા બનતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયામાં ન્હાવા ગયા હતા તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
કડીની માઇનોર કેનાલમાં ન્હાવા પડેલા બે મિત્રોના મોત
જ્યારે મહેસાણા જિલ્લાના કડીની માઇનોર કેનાલમાં ન્હાવા પડેલા બે મિત્રોના મોત થયા છે. કેનાલમાં ડૂબી જતા બંને યુવકોના કરુણ મોતથી પરીવારજનોમાં શોકની લાગ્ણી ફરી વળી છે. કડીના થોળ રોડ પર રંગપુરડા નજીક કેનાલ આવેલી છે, જ્યાં બુડાસણના યુવકો માઇનોર કેનાલમાં ન્હાવા પડયા હતા. જેમાં ભદ્રેશ ભરતભાઈ ચૌહાણ અને સંતોષ વિક્રમભાઈ દંતાણીનું મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં જ ડૂબેલા મૃતક યુવકોને સ્થાનિક તરવૈયાઓ બહાર કાઢ્યા હતા.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, કેનાલ પર 15 વર્ષથી ઓપરેટરની નોકરી કરતા એક વ્યક્તિ પણ પોતાના જીવની ચિંતા કર્યા વગર કેનાલમાં બન્ને યુવાનોને બચાવવા કૂદી પડ્યો હતો. સવિતાબેન ઠાકોર નામની મહિલા એ પણ મૃતદેહોને બહાર કાઢવા કેનાલમાં જઈ મદદ કરી હતી. કેનાલમાં બે યુવાનો ડૂબ્યાનું જાણવા મળતા મહિલા પણ બચાવ માટે કેનાલમાં કૂદી પડી હતી. પરંતુ તરવૈયા સવિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, તરતાં ના આવડતું હોય તો કેનાલમાં પડશો નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે