18મી શતાબ્દી મહોત્સવની યાદમાં ઊંઝામાં મા ઉમિયાના આંગણે મોટો પ્રસંગ, દૂર દૂરથી ભક્તોનો જમાવડો

ઊંઝામાં મા ઉમિયાને ધરાવાયો 56 ભોગનો અન્નકૂટ. 18મી શતાબ્દીમાં થયેલા મહોત્સવની યાદમાં માતાજીની ખાસ પૂજા-વિધિ કરાઈ. દૂર દૂરથી આવેલા ભક્તોએ માતાના અન્નકૂટના દર્શન કર્યા.

18મી શતાબ્દી મહોત્સવની યાદમાં ઊંઝામાં મા ઉમિયાના આંગણે મોટો પ્રસંગ, દૂર દૂરથી ભક્તોનો જમાવડો

તેજસ દવે/મહેસાણા: ઊંઝામાં મા ઉમિયાને આજે અન્નકૂટ ધરાવવામાં આવ્યો. સંવત 2033માં 18મી શતાબ્દીમાં થયેલા મહોત્સવની યાદમાં આજે માતાને 56 ભોગ ધરાવવામાં આવ્યો. આ પ્રસંગે માતાજીની ખાસ પૂજા વિધિ અને આરતી કરવામાં આવી. અહીં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો અને મોટી સંખ્યામાં દૂરદૂરથી મા ઉમિયાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મા ઉમિયા ભક્તોએ આજે અન્નકૂટ અને મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યાર બાદ અન્નકુટ મહાપ્રસાદ સૌ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો.

ઊંઝા ખાતે બિરાજમાન કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની મા ઉમિયાના આંગણે સંવત ૨૦૩૩ માં ૧૮ મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો, પાટીદાર સમાજમાં સામાજિક ક્રાન્તિના બીજ જેમાં રોપાયા એવા મહોત્સવમાં લાખો ભક્તો મા ઉમિયાના દર્શન માટે ઊંઝા પધાર્યા હતા. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા આવો મહોત્સવ સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો હોવાથી ખૂબજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, દેશ-વિદેશમાં વસતા પાટીદારો અને શ્રધ્ધાળુઓ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા.

શ્રી ઉમિયા માતાજી મંદિરના સંવત ૨૦૩૩માં યોજાયેલ 18 મી શતાબ્દી મહોત્સવની યાદગીરી રૂપે પરંપરા મુજબ દર વર્ષે માગશર સુદ-૮ ના દિવસે શ્રી ઉમિયા માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે, આજે માગશર સુદ-૮ હોઈ ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે માતાજી ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને પૂજા વિધિ બાદ આરતી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના હોદેદારો, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, દાતા ટ્રસ્ટીઓ તેમજ વિવિધ કમિટીના ચેરમેનઓ, સંગઠનના ભાઈઓ-બહેનો અને મોટી સંખ્યામાં દૂરદૂરથી મા ઉમિયાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મા ઉમિયા ભક્તોએ આજે અન્નકૂટ અને મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યાર બાદ અન્નકુટ મહાપ્રસાદ સૌ ભક્તોને વહેંચવામાં આવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news