142મી રથયાત્રા: અમદાવાદમાં આજે જગતનો નાથ નિકળશે નગરચર્યાએ

આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળશે. જેમાં મગળા આરતી સમયે મુખ્ય અતિથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ઉપસ્થિત રહેશે. સવારે ભગવાને ખીચડીનો ભોગ ધરાવાશે. જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે.

142મી રથયાત્રા: અમદાવાદમાં આજે જગતનો નાથ નિકળશે નગરચર્યાએ

અમદાવાદ: આજે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળશે. જેમાં મગળા આરતી સમયે મુખ્ય અતિથી કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ઉપસ્થિત રહેશે. સવારે ભગવાને ખીચડીનો ભોગ ધરાવાશે. જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે. 

અષાઢી બીજે રથયાત્રાના દિવસનો કાર્યક્રમ

  • સવારે 4 વાગે મંગળા આરતી 
  • સવારે 4-30 વાગે ખીચડીનો વિશિષ્ટ ભોગ ભગવાનને ધરાવાશે 
  • સવારે 5 વાગે આદિવાસી નૃત્ય અને રાસ ગરબા 
  • સવારે 06.00 વાગે રથમાં ભગવાનનો પ્રવેશ 
  • સવારે 06.15 વાગે મંદિરથી રથયાત્રાનો શુભારંભ 

અમદાવાદના આ રસ્તાઓ પરથી પસાર થશે રથયાત્રા, જાણી લો રુટ અને કયા રસ્તાઓ બંધ રહેશે

1876માં મહામંડળેશ્વર નૃસિંહદાસજીએ સ્વપ્નમાં સ્વયં ભગવાને આપેલા આદેશને માથે ચડાવીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો એ પછી દર વર્ષે અષાઢી બીજે અમદાવાદમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા યોજાતી રહી છે. આટલા વર્ષો પછી આજેય રથયાત્રામાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર યથાવત રહ્યું છે. દરેક ધર્મના લોકો ભક્તિભાવપૂર્વક અને રંગેચંગે ભગવાનને આવકારતા રહ્યા છે. વર્ષમાં માત્ર આ એક દિવસે ભક્તોને દર્શન આપવા માટે ભગવાન સામે ચાલીને આવે છે.

વધશે રથયાત્રાની શોભા 

  • શણગારેલા ગજરાજ 
  • અંગ કસરતના દાવપેચ સાથે અખાડા 
  • હજારો સાધુ સંતો
  • રથ ખેંચતા ખલાસીઓ અને લાખો ભક્તોની જનમેદની 
  • ભજન મંડળીઓ 
  • રથયાત્રામાં ભક્તોને પ્રસાદી વહેંચાશે
  • હજારો કિલો મગ પ્રસાદ
  • જાંબુનો પ્રસાદ
  • કેરીનો પ્રસાદ
  • કાકડી અને દાડમનો પ્રસાદ
  • ઉપેર્ણા પ્રસાદ

લગભગ ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ આજના જગન્નાથજીના મંદિરમાં પોતાની ગાદીની સ્થાપના કરી હતી. એમના પછી ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે જગપ્રસિદ્ધ થયું. એમના પછી બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રા શરૂ કરી. લોકવાયકાઓ અનુસાર ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ પણ રથયાત્રાની પોતાની જવાબદારી સ્વીકારી લીધી. તેમણે તાબડતોબ નારિયેળના ઝાડમાંથી ત્રણે ભગવાનના રથ તૈયાર કરીને અમદાવાદ પહોંચાડી દીધા.

જુઓ LIVE TV

1876માં શરૂ થઇ હતી રથયાત્રાની શરૂઆત  
આમ 1876થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. 141 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રામાં ઉત્તરોત્તર મોટી થતી ગઇ.  શરૂઆતમાં માત્ર સાધુ-સંતો જ રથયાત્રામાં ભાગ લેતા હતા અને તેમનું રસોડું સરસપુરના રણછોડજી મંદિરમાં રાખવામાં આવતું, ભક્તજનોની ભીડ વધતા  સરસપુરમાં ઠેર ઠેર રસોડાંઓ ઊભાં કરવામાં આવ્યાં. દર વર્ષે મામેરું પણ અહીંયા જ કરાય છે નરસિંહદાસજી મહારાજે પ્રથમવાર કાઢેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. ત્યારથી લઇને આજ સુધીમાં રથયાત્રા ઐતિહાસીકથી મોર્ડન બની ગઇ છે.

 

https://lh3.googleusercontent.com/-Es9oo0phK18/XRyDbH3NNDI/AAAAAAAAH9c/NPw4R2t_-ow4Smm86BcC4h4BUAcR3BhJwCK8BGAs/s0/D-c9uYGU0AI6YIz.jpg

25 હજાર પોલીસકર્મીઓ રાખશે ચાપતી નજર 
આવતીકાલે અષાઢી બ્રિજના દિવસે અમદાવાદની ગલીઓ વચ્ચેથી રંગેચંગે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ત્યારે શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી આ દિવસની રાહ જોતા હોય છે. જમાલપુરમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરથી નીકળનારી 142મી રથયાત્રાને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રથયાત્રામાં 25 હજાર પોલીસ કર્મચારી ખડેપગે રહેશે. 22 કિલોમીટરની રથયાત્રા રૂટમાં બોમ્બ સ્કોડ અને એનએસજી કમાંડોની ટીમ પણ હાજર રહેશે. 

142મી રથયાત્રા: 22 કિમીના રૂટ પર અમદાવાદ પોલીસે સુરક્ષા માટે કર્યું ‘ગ્રાન્ડ રિહર્સલ’

142મી રથયાત્રામાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસે ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. જમાલપુર મંદિરથી સરસપુર થઈ વચ્ચે આવતા સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે રિહર્સલ કર્યું હતું. કુલ 22 કિલોમીટરના રુટ પર પોલીસે રિહર્સલ કરીને આગમચેતીની તમામ તૈયારીઓ કરી હતી. ખાસ કરી આ રથયાત્રામાં 8 આઈજી, 23 ડીસીપી, 44 એસીપી અને 119 પોલીસ ઇન્સ્પેકટર્સ આ રુટ પર તૈનાત કરાયા છે. તો પોલીસ અને હોમગાર્ડ જવાન સહિત કુલ 25 હજાર પોલીસ ખડેપગે સુરક્ષામાં રહેશે. એસઆરપી અને સીઆરપીએફ, એનએસજી કમાન્ડોની 37 ટૂકડી તૈનાત કરાઈ છે. રુટ પર આવતા 7 પોલીસ સ્ટેશનમાં સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સર્વેલન્સ કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news