નવા કોંગ્રેસ અધ્યક્ષ પર નિર્ણય સામુહિક રીતે કરવામાં આવશે: વેણુગોપાલ
વેણુગોપાલે તેમ પણ સ્પષ્ટ કર્યું કે આગામી કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક સુધીમાં રાહુલ ગાંધી અધ્યક્ષપદ પર યથાવત્ત રહેશે
Trending Photos
નવી દિલ્હી : રાહુલ ગાંધીએ બુધવારે જાહેરાત કરી કે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથીરાજીનામું આપી દીધું છે અને તેમને લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન માટે દોષીત ઠેરવવામાં આવવું જોઇએ, કારણ કે પાર્ટી 542માંથી માત્ર 52 સીટો પર જ જીત થઇ શકી છે. પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, નવા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી સામુહિક રીતે કરવામાં આવશે. વેણુગોપાલે તે પણ સ્પષ્ટતા કરી કે આગામી કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક સુધીમાં રાહુલ ગાંધી અધ્યક્ષ રહેશે.
142મી રથયાત્રા: અમદાવાદમાં આજે જગતનો નાથ નિકળશે નગરચર્યાએ
કોંગ્રેસ કાર્યસમિતી પાર્ટી સંબંધિત નિર્ણય લેવાનું સૌથી મોટુ એકમ છે. આ સમિતીની રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વિકાર કરીને નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરસે. વેણુગોપાલે કહ્યું કે, હા મને ખબર છે કે રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું છે. નવા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી સામુહિક રીતે થશે. તેમ પુછવામાં આવતા કે કોંગ્રેસ કાર્યસમિતીની બેઠક ક્યારે બોલાવવામાં આવશે તો તે અંગે તેમણે કોઇ પણ જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો.
આદિવાસીઓ દ્વારા કબ્જો કરેલ જંગલની જમીન ખાલી કરાવા ગયેલા વનકર્મીઓ પર હુમલો
કોંગ્રેસનાં એક વધારે મહાસચિવે નામ નહી જણાવવાની શરતે કહ્યું કે, ટેક્નીકલ રીતે રાહુલ ગાંધી ત્યા સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહેશે જ્યા સુધી કોંગ્રેસ કાર્યસમિતી તેનું રાજીનામું સ્વિકાર કરી નથી લેતા. તેમણે કહ્યું કે, નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટે સીડબલ્યુસીને પહેલા જ રાહુલ ગાંધીનું રાજીનામું સ્વિકાર કરવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે