ધાંગ્રધા: બોરવેલમાં ખાબકેલી બાળકીને હેમખેમ બહાર કાઢી, આર્મીના જવાનો પાર પાડ્યું મિશન
પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું.
Trending Photos
મયુર સંઘી, સુરેન્દ્રનગરઃ ધાંગધ્રા તાલુકાના ગાજરણાવાવ ગામ ખાતે બોરમાં બાળકી ખાબકેલી બાળકીને જીવતી બહાર કાઢવામાં આવી છે. આ બાળકી વોરવેલમાં 40 ફૂટ ઉંડે ફસાઇ હતી. આ ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક રહીશો તેમજ 108 ટીમ દોડી આવી હતી. હાલમાં મામલતદાર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જોકે ફસાયેલી હોવાથી તંત્ર દ્વારા આર્મીની ટુકડીઓને પણ બોલાવવાની હતી. ધ્રાંગધ્રા આર્મીના જવાનોએ બાળકીને બચાવીએ બચાવી લીધી છે. બાળકી ખેતરે આવી હતી તે સમયે ટ્યૂબવેલ બોરમાં ખાબકતા પરિવાર જનોએ તંત્રની ટીમનો સંપર્ક સાધ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મનિષા નામની 12 વર્ષીય બાળકી મામની વાડીમાં 40 ફૂટ ઉડે ખાબકી ગઇ હતી. તેને હાલમાં બાળકી બહાર કાઢી લેવામાં આવી છે. બાળકીને ઓક્સિજન આપવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રાની આર્મીની રેસ્ક્યૂ ટીમે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મિશન પુરૂ પાડ્યું હતું.
બોરવેલમાં ફસાઈ માસૂમ જિંદગી, ધાંગધ્રાના મામલતદારે આપી સમગ્ર માહિતી... જુઓ Video#Surendranagar #ZEE24Kalak #Gujarat #Borewell #RescueOperation pic.twitter.com/3wekOjrizK
— Zee 24 Kalak (@Zee24Kalak) July 29, 2022
અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ સુરેન્દ્રનગરના દુદાપુર ગામની સીમમમાં એક એક બાળક 500 ફૂટ ઉંડા બોરમાં પડી ગયો હોવાની ઘટના સર્જાઇ હતી. 40 મિનિટના રેસ્ક્યૂ બાદ આ બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે