જુનાગઢના દામોદર કુંડમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જતાં 12 વર્ષના બાળકનું મોત

દામોદર કુંડમાં ડુબી જનારો બાળક મયુર લક્ષ્મણભાઈ ગોસ્વામી શહેરના દોલતપરાનો રહેવાસી હતો. ગણપતિ વિસર્જન દરમિયાન આ બાળકનો કોઈ કારણસર કુંડમાં પડી ગયો હતો અને પાણીમાં ખેંચાઈ ગયો હતો.
 

જુનાગઢના દામોદર કુંડમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જતાં 12 વર્ષના બાળકનું મોત

હનીફ ખોખર/જુનાગઢઃ જુનાગઢમાં આજથી ગણપતિ વિસર્જન શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે જ 12 વર્ષનો એક બાળક દામોદર કુંડમાં ડુબી જતાં ઉત્સવનો માહોલ દુઃખમાં પરિણમી ગયો હતો. 

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે અલગ સ્થળે વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમ છતાં લોકોએ દામોદર કુંડમાં જ વિસર્જન કરવાની જીદ પકડી હતી. જેની સામે મનપાને નમતું જોખવું પડ્યું હતું. જોકે, લોકોની આ જીદ ભારે પડી અને 12 વર્ષના એક બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, દામોદર કુંડમાં ડુબી જનારો બાળક મયુર લક્ષ્મણભાઈ ગોસ્વામી શહેરના દોલતપરાનો રહેવાસી હતો. ગણપતિ વિસર્જન દરમિયાન આ બાળકનો કોઈ કારણસર કુંડમાં પડી ગયો હતો અને પાણીમાં ખેંચાઈ ગયો હતો. બાળકને પાણીમાં પડતો જોતાં સ્થાનિક લોકો કુદી પડ્યા હતા અને બાળકને બચાવ્યો હતો. જોકે, વધુ પડતું પાણી પી જવાના કારણે બાળકનું મોત થઈ ગયું હતું. લોકોએ બાળકને બહાર કાઢીને બચાવવાનો ખુબ પ્રયાસ કર્યો પરંતુ તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. 

બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને અવગણીને પોતાની મરજી પ્રમાણે વિસર્જન કરવાનું કેવું દુષ્પરિણામ આવે છે, આ દુર્ઘટના તેનો પુરાવો છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news