સારબકાંઠા કોરોનાના કેર, નવા 11 કેસ નોંધાયા, બે મહિનાની બાળકી પણ સંક્રમણની ઝપેટમાં
સારબકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં અત્યાર સુધી કોરોના વાયરસની એન્ટ્રી થઈ ચુકી છે.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠાઃ ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યનો એકપણ જિલ્લો કોરોનાના સંક્રમણથી મુક્ત રહ્યો હતો. તો અનેક જિલ્લાઓમાં કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સાબરકાંઠામાં નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી જિલ્લાના 8 તાલુકામાં 70 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વધુ 11 કેસ નોંધાયા
જિલ્લામાં 7 પુરૂષ, 2 મહિલા, એક યુવતી અને એક બે મહિનાની બાળકીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેડબ્રહ્મા નકા, લક્ષ્મીપુરામાં એક-એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તો તલોદમાં પિતા અને બે મહિનાની બાળકી કોરોનાનો શિકાર બની છે. વડાલીના બાપસર અને થુરાવાસમાં પણ એક-એક કેસ સામે આવ્યો છે.
જિલ્લાના 8 તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ ચુકી છે. જિલ્લામાં ઇડરના બે, વિજયનગરના બે, ખેડબ્રહ્માના બે, હિમતનગરના બે, તલોદના એક અને પ્રાંતિજ ના એક વિસ્તારને નવા કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરાયા છે. તલોદની રોયલ પાર્ક સોસાયટી, ચિઠોડાના આઠ ફળિયા, લીમડાના છ ફળિયા, ઇડરમાં ત્રણ વિસ્તાર અને વેરાબર ગામના બે વિસ્તાર, નવાનાનાના પાંચ વિસ્તાર, પ્રાંતિજના એક વિસ્તારને કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.
Coronavirus: રાજ્યમાં કોરોનાથી 802 લોકોના મોત, સંક્રમણનો આંક 13 હજારને પાર
જો અત્યાર સુધી નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો હિંમતનગરમાં 21, પ્રાંતીજમાં 15, ઇડરમાં 8, ખેડબ્રહ્મામાં 7, વિજયનગરમાં 4, તલોદમાં 3, વડાલીમાં 2, પોશીનાનામાં 1 કેસ નોંધાયા છે. તો વિદેશથી આવેલા સાત લોકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે