100 ટકા શૌચાલયનો લક્ષ્યાંક સિદ્ધ થતા દેશના 29 ગામડામાં ગુજરાતનું આ ગામ મોડેલ નં.1

મોદી સરકાર હંમેશા શૌચાલયનો ઉપયોગ વધે તે લોકોમાં જાગૃતિ આવેએ માટે અનેક કાર્યક્રમો અને અભિયાનો ચલાવે છે. અને ૧૦૦ ટકા શૌચાલયનો લક્ષ્યાંક કરવાના પ્રયત્ન કરે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ દેશમાંથી 29 ગામડામાં ગુજરાતનું કેશોદ નંબર-1 મોડેલ ગામમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

100 ટકા શૌચાલયનો લક્ષ્યાંક સિદ્ધ થતા દેશના 29 ગામડામાં ગુજરાતનું આ ગામ મોડેલ નં.1

રાજુ રૂપરેલિયા/દ્વારકા: મોદી સરકાર હંમેશા શૌચાલયનો ઉપયોગ વધે તે લોકોમાં જાગૃતિ આવેએ માટે અનેક કાર્યક્રમો અને અભિયાનો ચલાવે છે. અને ૧૦૦ ટકા શૌચાલયનો લક્ષ્યાંક કરવાના પ્રયત્ન કરે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કેશોદ ગામ દેશમાંથી 29 ગામડામાં ગુજરાતનું કેશોદ નંબર-1 મોડેલ ગામમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું કેશોદ ગામ તમામ પ્રાથમિક સુવિધાથી સજ્જ છે. ગામને ખુલ્લામાં શૌચક્રિયામાંથી મુક્ત કરવા સહિયારા સાથથી સો ટકા શૌચાલયનો લક્ષ્યાંક પૂર્ણ કરી ઘરે ઘરે શૌચાલય બનાવવામાં આવ્યા છે. ગામના તમામ રસ્તાઓ સીસીરોડ છે અને બન્ને બાજુ હરિયાળી ક્રાંતિ ઉભી કરવા વૃક્ષોનું વાવેતર કરાયું છે. સો ટકા શૌચાલયની સુવિધા અને સો ટકા સીસીરોડની સુવિધા ઉભી કરાઇ છે. અનેકવિધ સુવિધાસભર કેશોદ ગામે સમગ્ર દેશમાં મોડેલ ગામ તરીકે સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે.

દરિયાની લહેરો સામે તરવાની આશા સાથે 19 વર્ષની મોનિકા દુનિયાને દેખાડશે નારી શક્તિ

અંધકારને જાકારો આપવા એલઇડી લાઇટથી ગામને સજ્જ કરવામાં આવ્યું.ગૌશાળામાં પંખા અને મ્યુઝિકની સુવિધા છે. શિક્ષિત રંજન બેનને સરપંચ તરીકે ગ્રામજનોએ ગામનું શુકાન સોંપતા તમામ પ્રાથમિક સુવિધાઓ સરપંચ દ્વારા ઉભી કરવામાં આવી છે. ત્યારે પશુઓ માટે પણ સુવિધા ઉપલબ્ધ કરતા ગામમાં અત્યંત આધુનિક ગૌશાળાનું નિર્માણ કરાયું છે. જેમાં પંખા અને મ્યુઝીકની સિસ્ટમ પણ ઉપલબ્ધ છે. ખંભાળિયા તાલુકાનાં કેશોદ ગામમાં 2700 જેટલી વસ્તી અંદાજીત 500 ખોરડામાં વસવાટ કરે છે. ગામમાં અઢારે વરણના લોકો એકમેકને હળીમળીને રહે છે.

સુરત: વૈશ્વિક મંદી તથા કેન્દ્ર સરકારની કોઇ રાહત ન મળતા રત્નકલાકારે કર્યો આપઘાત

કેશોદ ગામના શિક્ષિત મહિલા સરપંચે સહિયારા સાથથી ગામને મોડેલ બનાવ્યું છે. ત્યારે ગામના ખેડૂતોની સરકારની ઓનલાઇન કામગીરી ગ્રામ પંચાયતમાં જ કરી આપવામાં આવે છે. ગામના તમામ મુખ્ય રસ્તાઓ પર પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. ગામમાં વસતા પછાત વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્લોટ ફાળવી ઘરનું ઘર બનાવી દેવાયું છે. કેશોદ ગામની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાતા સમગ્ર જિલ્લાએ ગૌરવ અનુભવ્યું છે.

2018/19ના રાષ્ટ્રિય કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ વ્યક્તિઓને સન્માનિત કરવાના એક કાર્યક્રમનું નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાંથી 29 જેટલા મોડેલ ગામડા પસંદ કરાયા હતાં. તેમાં ગુજરાતનું નંબર.1 મોડેલ ગામ તરીકે કેશોદ ગામની પસંદગી થતા રાષ્ટ્રીય કક્ષાએ ગામ ઝળક્યું છે. અન્ય ગ્રા.પં.એ શીખ મેળવવી જોઇએ કેશોદ ગામમાંથી કેશોદ ગામમાં હંમેશા તલાટીમંત્રી અને સરપંત સર્વોચ ગણાતા હોય છે. જો તે ધારે તો ગામની કાયા પલ્ટીને કેશોદ ગામ જેવું બનાવી શકે છે. અન્ય ગ્રામપંચાયતે મોડેલ ગામ કેશોદની મુલાકાત લઇ શીખ મેળવવી જોઇએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news