ઇવીએમ સાચવણીના વેરહાઉસ પાછળ 100 કરોડનો ખર્ચ, પણ નિર્માણ હજી બાકી

ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લમાં ઇવીએમની સાચવણી માટે એક વેરહાઉસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના ઇવીએમ માટે મોટેરા કોટેશ્વર રોડ ખાતે વેર હાઉશ તૈયાર થઇ રહ્યુ છે. બાંધકામની સમય મર્યાદા પુર્ણ થઇ ગઇ હોવા છતાં વેરહાઉસ તૈયાર ન થતાં ચાલુ વર્ષે પણ તંત્રએ ઇવીએમ ઘોડા કેમ્પ ખાતે રાખવા પડ્યા હતા. 
 

ઇવીએમ સાચવણીના વેરહાઉસ પાછળ 100 કરોડનો ખર્ચ, પણ નિર્માણ હજી બાકી

ગૌરવ પટેલ/અમદાવાદ: ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લમાં ઇવીએમની સાચવણી માટે એક વેરહાઉસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના ઇવીએમ માટે મોટેરા કોટેશ્વર રોડ ખાતે વેર હાઉશ તૈયાર થઇ રહ્યુ છે. બાંધકામની સમય મર્યાદા પુર્ણ થઇ ગઇ હોવા છતાં વેરહાઉસ તૈયાર ન થતાં ચાલુ વર્ષે પણ તંત્રએ ઇવીએમ ઘોડા કેમ્પ ખાતે રાખવા પડ્યા હતા. 

દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં સરપંચથી લઇને સાંસદ સુધીની ચુંટણીઓ ઇવીએમથી થાય છે. અને ચુટણી પરિમાણો આવતાની સાથે પક્ષ કે વિપક્ષ હારનો ટોપલો EVM પર નાખે છે. ત્યારે સવાલ એ છેકે શું EVM કે વિવીપેટ સુરક્ષિત નથી. આ પ્રશ્નો હજુ કોઇ ચોક્ક્સ ઉત્તર નથી પણ ઇવીએમની સાચવણી માટે ચુંટણી પંચ યોગ્ય પગલાં લઇ રહ્યુ છે. સામે આ વર્ષે ચુંટણી પચ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં ઇવીએમ વેર હાઉસ ૩૩ જીલ્લામાં વેર હાઉસ ભવન નિર્માણ થઈ રહ્યા છે.

રાજ્યમાં ૩૩ જિલાના EVM અને વિવીપેટ ૧૦૦થી વધુ કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યા છે. જેમાંથી રાજ્યભરના 6 જિલ્લામાં વેર હાઉસ બની રહ્યા છે. જેમાંથી અમદવાદ જીલ્લાના રાજ્યનું સૌથી મોટું વેર હાઉસ મોટેરા ખાતે આકાર પામી રહ્યું છે. આ વેર હાઉસ ૧૧ કરોડથી વધુ ખર્ચે નિર્માણ પામી રહ્યું છે. જેને માર્ગ અને મકાન વિભાગના ઈજનેર શાખા દ્વારા બનાવવમાં આવી રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2019: હવે પ્રચારમાં મીમીક્રી કરવી પણ આચરસંહિતાનો ભંગ ગણાશે

આ ભવન નિર્માણ પર સૂચન માટેનું બોર્ડ લગાવ્યું છે સ્પષ્ટ લખ્યું છે કે વેર હાઉસનું નિર્માણ 18 સપ્ટેમ્બરથી 2018થી ચાલતા બાધકામ 17 જાન્યુઆરી સુધી પૂર્ણ કરવાનું દર્શાવાયું છે. છતાં હજી સુધી 8૦ ટકા બાધકામ પૂર્ણ થયું છે. હાલ 20 ટકા વધુ બાધકામ બાકી છે. જીલ્લા કક્ષાએ આકાર ઇવીએમ-વીવીપેટ માટે અલાયદાં વેરહાઉસ બનવા લાગ્યાં છે.

ટ્રેનના દરવાજે લટકી મુસાફરી કરતા વિદ્યાર્થીનું રેલવે પોલ સાથે અથડાતા મોત

અમદાવાદમાં રાજ્યનું સૌથી મોટું વેર હાઉસ 4200 ચો.મી બની રહ્યું છે. મોટેરા આકાર લઈ રહેલા વેર હાઉસમાં જિલ્લાનાં 22,486 EVM મશીન અને 11,447 વિવીપેટ મશીન સચવશે. પરતું લોકસભાની ચુટની પછી પણ આ ભવન ઇવીએમ સાચવવાનો યોગ્ય બનશકે કે કેમ તે એક પ્રશ્ન છે. કેમકે જ્યાં મશીનો સચવાશે તે કક્ષમાં હજી કામગીરી ચલી રહી છે.

 

અમદાવાદ જિલ્લનુ ઇવીએમ વેર હાઉસ બનાવવા માટે એજન્સીને સમથળ જગ્યાને બદલે ખાડાવાળી જગ્યા આપવામાં આવી હતી વળી 4200 ચોરસમીટર ના બાંધકામ માટે માત્ર 4 મહિનાનો સમય ફાળવવામાં આવ્યો હતો એજન્સીને પુરાણ કરવામાં અને સરકરી પેપર વર્કમાં વધારે સમય ગયો હોવાથી કામ પુર્ણ ન થયાનો દાવો એજન્સીના કર્મચારીઓ કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news