કોરોના સંકટ વચ્ચે ગુરૂવારે પોતાની પડતર માંગણીને લઈને રાજ્યના 10 હજાર ડોક્ટર હડતાળ પર

કોરોના સંકટ વચ્ચે ડોક્ટરોએ ફરી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. સરકારી ડોક્ટરો અને આરોગ્ય વિભાગની બેઠકો બાદ પણ પડતર પશ્નોનું નિરાકરણ ન આવતા ડોક્ટરોએ વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

કોરોના સંકટ વચ્ચે ગુરૂવારે પોતાની પડતર માંગણીને લઈને રાજ્યના 10 હજાર ડોક્ટર હડતાળ પર

અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસ રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યના 10 હજાર જેટલા સરકારી ડોક્ટરો ગુરૂવારે હડતાળ પર જવાના છે. પોતાની પડકર માંગણીઓનો ઉકેલ ન આવતા ડોક્ટરોએ વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. 

10 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર
કોરોના સંકટ વચ્ચે ડોક્ટરોએ ફરી હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. સરકારી ડોક્ટરો અને આરોગ્ય વિભાગની બેઠકો બાદ પણ પડતર પશ્નોનું નિરાકરણ ન આવતા ડોક્ટરોએ વિરોધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમ દ્વારા હડતાળ કરવા મામલે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને પત્ર લખી જાણ કરવામાં આવી છે.

14 જાન્યુઆરીએ ગુજરાત ગવર્મેન્ટ ડોકટર્સ ફોરમની ઓનલાઇન બેઠક મળી હતી. ફોરમ દ્વારા સરકારને 29 નવેમ્બરે આપેલા આવેદનપત્ર અને 12 ડિસેમ્બરે થયેલી ચર્ચા થયા મુજબ મુદ્દાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. GMTA (ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન), GIDA, GMERS, ઈન- સર્વિસ ડોકટર્સ, ESIS જેવા જુદા જુદા એસોસિએશન એકસાથે ભેગા થઈ હડતાળ કરવાના છે. 

22 નવેમ્બર અને 29 નવેમ્બરના રોજ તબીબી પ્રતિનિધિઓ દ્વારા પડતર માગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ 12 ડિસેમ્બર અને 24 ડિસેમ્બરે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આરોગ્ય વિભાગ સાથે બેઠક મળી હતી. આરોગ્યમંત્રીના હકારાત્મક વલણને જોતા અગાઉ બે વાર એટલે કે 13 ડિસેમ્બર અને 27 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલી હડતાળ મુલત્વી રખાઈ હતી. તમામ પ્રયાસો બાદ પડતર માગણીઓ અંગે ઉકેલના આવતા 10 હજાર સરકારી તબીબો કરશે ફરી હડતાળ પર જવાના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news