આખા સુરત શહેરમાં વેચાય તે પહેલા પકડાયું 1.31 કરોડનું એમડી ડ્રગ્સ

સલમાન ઝવેરી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ ઝડપાયું  છે. સલમાન ઝવેરી, વિનય પટેલ, મિથુન સ્વાઈ અને સંકેત અલલાલીયાની ધરપકડ કરાઈ 

આખા સુરત શહેરમાં વેચાય તે પહેલા પકડાયું 1.31 કરોડનું એમડી ડ્રગ્સ

તેજશ મોદી/સુરત :સુરતમાં ચાર અલગ અલગ સ્થળેથી 1.31 કરોડનું એમડી ડ્રગ્સ (MD drugs) ઝડપાયું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ચાર ગુના નોંધ્યા છે. તેમજ ડ્રગ્સ વેચતાં પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે. સલમાન ઝવેરી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ ઝડપાયું  છે. સલમાન ઝવેરી, વિનય પટેલ, મિથુન સ્વાઈ અને સંકેત અલલાલીયાની ધરપકડ કરાઈ છે.

સુરત પોલીસનું અભિયાન 
એક કરોડથી વધુ કિંમતના પકડાયેલા ડ્રગ્સ વિશે પો.કમિશનર અજય તોમરે જણાવ્યું કે, યુવાનો નશાની લતના શિકાર ન બને તે માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં ડીસીબીએ ત્રણ જગ્યાએ રેડ કરી હતી. જેમાં ડ્રગ્સ વેચવા જતા અને પોતાની પાસે રાખનાર ત્રણ આરોપીઓને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યાં છે. સાથે જ આરોપીઓને ડ્રગ્સ આપનાર ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. અત્યારસુધીમાં ડ્રગ્સ કારોબારને લગતા 12 કેસ કરવામાં આવ્યા છે. ‘No Drugs In Surat’ ઝુંબેશ ચલાવીએ છીએ. જે અંતર્ગત અમે વાલીઓ અને કોલેજ સંચાલકો સાથે આવે અને NGO સહકાર આપે તો ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ ચાલશે. 

  1. મોહંમદ સલમાન ઝવેરી પાસેથી 1 કરોડ 1 લાખનું ડ્રગ્સ મળી આવ્યું
  2. સંકેત અસલાલીયા પાસેથી 30 લાખ 49 હજારની કિંમતનું ડ્રગ્સ મળ્યું 
  3. વિનય બંટી પાસેથી 1.75 લાખનું ડ્રગ્સ મળ્યું 
  4. મિથુન સ્વાઈ પાસે 56 લાખ 45 હજારનો ગાંજો ઝડપી પડાયો

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ, ભાવનગરમાં અંધારપટ કરીને વીજળી પડવાની ઘટનાનો video જુઓ 

આખા સુરત શહેરમા વેચાય છે ડ્રગ્સ
સમગ્ર કેસમાં આદિલ નામનો આરોપી વોન્ટેડ છે. ચારેય કેસમાં કુલ 1,89,88,100 રૂપિયાના માદક પદાર્થ જપ્ત કરાયા છે. મુદ્દા માલ સહિત આંકડો 2,07,87,370 છે. NCB ને પણ માહિતી અપાઈ છે. મુંબઈમાં NCB જે કામગીરી કરી રહ્યું છે, તેમની સાથે અમે માહિતી આદનપ્રદાન કરીશું. આ રેકેટમાં જોડાયેલા કોઈને પણ છોડવામાં નહીં આવે.  જરૂર જણાશે તો ડ્રગ્સ ખરીદી કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આખા શહેરમાં ડ્રગ્સ વેચાણ થતું હતું. ગરીબ અને ધનવાન તમામ લોકો ડ્રગ્સ લેતા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news