KGF 3 માં થશે ઋત્વિક રોશનની એન્ટ્રી? મેકર્સે કાસ્ટિંગને લઇને કહી મોટી વાત

સાઉથના સુપરસ્ટાર એક્ટર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 એ દુનિયાભરમાં ધમાલ મચાવી છે. ફિલ્મે 46 દિવસોના રન ટાઇમમાં 1230 કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. યશે રોકીભાઇનું પાત્ર એટલા જુસ્સા  સાથે ભજવ્યું છે કે તે બધાની પસંદ બની ગયા છે.

KGF 3 માં થશે ઋત્વિક રોશનની એન્ટ્રી? મેકર્સે કાસ્ટિંગને લઇને કહી મોટી વાત

Will Hrithik Roshan Enter In Yash Starrer KGF 3: સાઉથના સુપરસ્ટાર એક્ટર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2 એ દુનિયાભરમાં ધમાલ મચાવી છે. ફિલ્મે 46 દિવસોના રન ટાઇમમાં 1230 કરોડ રૂપિયાની કમાણી કરી દીધી છે. યશે રોકીભાઇનું પાત્ર એટલા જુસ્સા  સાથે ભજવ્યું છે કે તે બધાની પસંદ બની ગયા છે. એવામાં હવે ફેન્સ કેજીએફના ત્રીજા પાર્ટને લઇને ઉત્સાહિત છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં જ કેજીએફના ત્રીજા પાર્ટની જાહેરાત કરી ચૂક્યા છે. આ દરમિયાન હવે એ પણ સમાચાર આવી રહ્યા છે કે કેજીએફના મેકર્સે ત્રીજા પાર્ટ માટે ઋત્વિક રોશન સાથે સંપર્ક કર્યો છે. હવે કેજીએફના મેકર્સે આ મામલે મૌન તોડતાં કાસ્ટિંગ વિશે વાત કરી છે. 

અત્યારે ઘણા સિનેમાઘરોમાં કેજીએફ ચેપ્ટર 2 નો દબદબો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મેકર્સ કેજીએફ 3 ની જાહેરાત કરી ચૂક્યા છે. કેજીએફના પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સના કો-સીઇઓ વિજય કિંરાંગદૂરે એક ઇન્ટરવ્યુંમાં ઋત્વિકને કાસ્ટ કરવાને લઇને સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે આ વર્ષે કેજીએફ ચેપ્ટર 3 બની શકશે નહી. કેટલાક પ્લાન્સ છે અમારા, પરંતુ અત્યારે પ્રશાંત નીલ સાલારમાં વ્યસ્ત છે. જ્યારે જલદી જ યશ પણ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરવાના છે. 

તેમણે આગળ વાત કરતાં કહ્યું કે એવામાં અમે ઇચ્છીએ છીએ કે યોગ્ય સમય પર તે એકસાથે આવે જ્યારે બિલકુલ ફી હોય. કેજીએફ 3 પર કામ કરવા માટે. અમારી પાસે અત્યારે કોઇ નિશ્વિત તારીખ નથી. અત્યારે ખબર નથી કે ત્રીજા પાર્ટ પર ક્યારે કામ શરૂ થશે. જ્યારે અમે એકવાર ડેટ્સ ફાઇનલ કરી લઇશું તો કાસ્ટ કરવાની પ્રોસેસ શરૂ કરી દઇશું. બધુ જ નિર્ભર તે વાત પર કરે છે કે ત્રીજા પાર્ટ પર કામ ક્યારે શરૂ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news