આખરે સેલિબ્રિટી કેમ કરે છે આત્મહત્યા? અહીં મળશે આ સવાલનો જવાબ


માત્ર બોલીવુડ જ નહીં હોલીવુડમાં પણ મોટા-મોટા સેલિબ્રિટીના આપઘાતના સમાચાર સાંભળ્યા હશે. લગભગ બધા કલાકાર પર સામાજીક દબાવ રહે છે. આ સેલિબ્રિટી આકરી મહેનત બાદ સારી હિટ ફિલ્મો અને મોટા નામની આશા કરે છે.

આખરે સેલિબ્રિટી કેમ કરે છે આત્મહત્યા? અહીં મળશે આ સવાલનો જવાબ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajhput)ના સમાચાર કોઈપણ ભારતીય સિનેમાપ્રેમી માટે એક ઝટકા સમાન છે. આ સમાચાર બાદ પ્રધાનમંત્રીથી લઈને અનેક બોલીવુડ અભિનેતાઓ, તેના પ્રશંસકો સહિત અનેક લોકો દુખ વ્યક્ત કરી રહ્યાં છે. એક સવાલ વારંવાર લોકોના મનમાં આવી રહ્યો છે, કે આખરે સેલિબ્રિટી આત્મહત્યા કેમ કરે છે? અમે દેશના મોટા મનોવૈજ્ઞાનિકો સાથે આ વિશે જાણવાનો પ્રયાસ કર્યો છે. 

આ છે આત્મહત્યા કરનાત જાણીતા સેલિબ્રિટી
- સુશાંત સિંહ રાજપૂત
- જીયા ખાન
- દિવ્યા ભારતી
- ગુરૂ દત્ત
- પરવીન બોબી
- મનમોહન દેસાઈ
- કુલજીત રંધાવા
- નફીસા જોસેફ

સામાજીક દબાવ મોટુ કારણ
દિલ્હીમાં સ્થિત એપોલો હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર, એકતા સોનીનું કહેવું છે કે, માત્ર બોલીવુડ જ નહીં હોલીવુડમાં પણ મોટા-મોટા સેલિબ્રિટીના આપઘાતના સમાચાર સાંભળ્યા હશે. લગભગ બધા કલાકાર પર સામાજીક દબાવ રહે છે. આ સેલિબ્રિટી આકરી મહેનત બાદ સારી હિટ ફિલ્મો અને મોટા નામની આશા કરે છે. જ્યારે ફિલ્મ હિટ હોય કે નહીં તેની પાછળ ઘણા કારણો હોય છે. તેવામાં દેવુ કે અન્ય દબાવોની વચ્ચે રહેવુ મુશ્કેલ હોય છે. તેવામાં સેલિબ્રિટી આત્મહત્યાને એક સરળ રીત માને છે. 

Sushant Singh Rajput: મુંબઈ પોલીસે આત્મહત્યાની કરી પુષ્ટિ, મામાએ કરી ન્યાયિક તપાસની માગ

મનોરોગી હોય છે મોટાભાગના સેલિબ્રિટી
ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલોયડ સાયન્સ   (IHBAS)ના ડાયરેક્ટર ડો. નિમેશ દેસાઈએ ઝી ન્યૂઝ ડિજિટલ સાથે વાતચીતમાં કહ્યુ કે, આપઘાત કરવાનું એક સીધુ કારણ તે છે કે વ્યક્તિ માનસિક રોગી છે. સિનેમા જગતમાં માનસિક દબાવ અને સામાજીક દબાવ સેલિબ્રિટી માટે સામાન્ય છે. હાલમાં દીપિકા પાદુકોણે પણ એક ટીવી ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે, તે ઘણા લાંબા સમય સુધી ડિપ્રેશનનો શિકાર રહી હતી. ઘણા સેલિબ્રિટી આવા માનસિક રોગની સારવાર બાદ સ્વસ્થ થઈ જાય છે. પરંતુ ઘણીવાર બીમારી ગંભીર થઈ જાય છે અને બાદમાં આત્મહત્યાનું સ્વરૂપ ધારણ કરએ છે. આજ કારણ છે કે મોટાભાગના મનોરોગ નિષ્ણાંત કોઈપણ માનસિક મુશ્કેલી થવા પર સારવારની સલાહ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news