બહેન ક્રિકેટર, પિતા અધિકારી, આવો છે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર

સુશાંત સિંહ રાજપૂતનું ઘર પટનાના રાજીવ નગરમાં છે. સુશાંતના પિતા કેકે હવે ત્યાં રહે છે. સુશાંતના માતાના નિધન બાદ તેના પરિવારમાં પિતા, ત્રણ બહેનો અને સુશાંત હતા. 
 

બહેન ક્રિકેટર, પિતા અધિકારી, આવો છે સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના નિધનના સમાચાર આવતા બોલીવુડના કલાકારો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આવી રહ્યાં છે. પટનામાં જન્મેલા સુશાંતના પૂર્વજોનું ગામ બિહારના પૂર્ણિયામાં સ્થિત છે. એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સુશાંત વિશે ઓછા લોકો જાણતા હશે કે તેની બહેન મિટ્ટૂ એક સ્ટેટ લેવલ ક્રિકેટર છે. 

સુશાંત પોતાના માતાની નજીક હતો. તેમના માતાનું 2002માં નિધન થઈ ગયું હતું. માતાના નિધન બાદ સુશાંત ભાંગી પડ્યો હતો અને તે વર્ષે તેનો પરિવાર દિલ્હી શિફ્ટ થઈ ગયો હતો. સુશાંતના પિતા એક સરકારી અધિકારી રહ્યાં છે. આ સિવાય પરિવારમાં ચાર બહેનો હતી, જેમાંથી એકનું નિધન થઈ ગયું છે. શ્વેતાના પિતા મિસ્ટર કેકે સિંહ સુશાંતના નિધન બાદ ભાંગી પડ્યા છે. 

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) on

સુશાંત સિંહ રાજપૂતનું ઘર પટનાના રાજીવ નગરમાં છે. સુશાંતના પિતા હવે ત્યાં રહે છે. સુશાંતના માતાના નિધન બાદ તેના પરિવારમાં ત્રણ બહેનો, પિતા અને સુશાંત હતા. સુશાંત છેલ્લે વર્ષ 2019માં પોતાના ઘરે ગયો હતો. 11 મે 2019ના રાજીવ નગરના મંદિરમાં પૂજામાં તે સામેલ થયો હતો. 

A post shared by Swara Bhasker (@reallyswara) on

સુશાંતની અંગત જિંદગીની વાત કરીએ તો તે ટીવી શો પવિત્ર રિશ્તા દરમિયાન અંકિતા લોખંડેની સાથે રિલેશનશિપમાં હતો. બંન્નેના સંબંધોના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. બંન્નેએ ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યુ પરંતુ 2016માં બંન્નેના સંબંધનો અંત આવ્યો હતો. ત્યારબાદ સુશાંત અને કૃતિના રિલેશનશિપની ખબરો પણ સામે આવી હતી. 

આખરે સેલિબ્રિટી કેમ કરે છે આત્મહત્યા? અહીં મળશે આ સવાલનો જવાબ

આ લોકોએ વ્યક્ત કર્યુ દુખ
પરંતુ બંન્નેએ આ સંબંધનું ક્યારેય સત્તાવાર સમર્થન કર્યું નથી. સુશાંત સિંહના પરિવાર તેના નિધનથી દુખમાં છે. સુશાંત સિંહના નિધનના સમાચાર આવ્યા બાદ પ્રધાનમંત્રી મોદી સહિત નવાઝુદ્દીન સિદ્દીકી, એકતા કપૂર, સ્વરા ભાસ્કર, શિલ્પા શેટ્ટી,ગોવિંદા, મનોજ મુંતસિર અને કુમાર વિશ્વાસ જેવા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news