અમિતાભ સાથેના પ્રેમનો જ્યારે રેખાએ કર્યો જાહેરમાં સ્વીકાર! જાણો અધૂરા પ્રેમની અંદરની વાત

બોલિવુડ અભિનેત્રી રેખા અને અભિનેતા અમિતાભ બચ્ચન વચ્ચેના સંબંધની ચર્ચાઓ તમે અનેક સાંભળી હશે. પરંતુ આ મુદ્દે ખૂદ રેખાએ ખુલાસો કર્યો એવું સાંભળ્યું? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ રેખા-અમિતાભ બચ્ચન વચ્ચેના સંબંધનો એવો ખુલાસો જે ખૂદ રેખાએ જ કર્યો.

અમિતાભ સાથેના પ્રેમનો જ્યારે રેખાએ કર્યો જાહેરમાં સ્વીકાર! જાણો અધૂરા પ્રેમની અંદરની વાત

નવી દિલ્લીઃ બોલિવુડ અભિનેત્રી રેખા અને અભિનેતા અમિતાભ બચ્ચન વચ્ચેના સંબંધની ચર્ચાઓ તમે અનેક સાંભળી હશે. પરંતુ આ મુદ્દે ખૂદ રેખાએ ખુલાસો કર્યો એવું સાંભળ્યું? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ રેખા-અમિતાભ બચ્ચન વચ્ચેના સંબંધનો એવો ખુલાસો જે ખૂદ રેખાએ જ કર્યો.

વાત છે સિમી ગરેવાલના ટૉક શો Rendezvous with Simi Garewal. એક જમાનો હતો જ્યારે આ ટૉક શો ખૂબ જ પ્રખ્યાત હતો અને આ શોમાં ક્રિકેટરથી લઈને બોલિવુડના ઘણા મોટા ચહેરાઓ આવતા હતા. આ શો સાથે સંકળાયેલા વીડિયો આજે પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવામાં જ્યારે રેખા આ શોમાં આવ્યા હતા ત્યારે તેમણે પોતાના જીવન સાથે સંકળાયેલા અનેક એવા પ્રસંગો જણાવ્યા હતા.

અફવાઓને કરી શાંત:
આ શોમાં રેખાએ અમિતાભ બચ્ચનની સાથે પોતાના સંબંધ વિશે ઘણા ખુલાસાઓ કર્યા હતા અને અફવાને શાંત કરી હતી. માત્ર બીગ બી સાથે જ નહીં પરંતુ રેખાએ જયા બચ્ચન સાથેના પોતાના વિવાદની અફવાઓ વિશે પણ માહિતી આપી હતી. ત્યારથી જ રેખા અને અમિતાભ વચ્ચેની અફવાઓને પૂર્ણ વિરામ લાગ્યું હતું.

રેખા કરતી હતી અમિતાભ બચ્ચનને પ્રેમ:
સિમી ગરેવાલે જ્યારે પોતાના શોમાં રેખાને પૂછ્યું કે લગભગ દસ જેટલી ફિલ્મોમાં એક સાથે કામ કર્યા બાદ શું તમને અમિતાભ સાથે પ્રેમ થયો હતો? તો રેખાએ કહ્યું કે, બિલકુલ, આ હાસ્યાસ્પદ સવાલ છે. આ પહેલીવાર હતું જ્યારે રેખાએ સ્પષ્ટ રીતે પોતાનો પક્ષ રાખ્યો. રેખાએ કહ્યું કે, હું આજ સુધી એવા એક પણ વ્યક્તિ, મહિલા કે બાળકને નથી મળી જે એમને(અમિતાભ બચ્ચન) ગળાડૂબ પ્રેમ ન કરતો હોય. તો માત્ર મને જ કેમ અલગ કરવામાં આવે છે? હું એ વાત કેમ ન સ્વીકારું કે મને તેમની સાથે પ્રેમ છે? બિલકુલ છે. દુનિયાભરનો પ્રેમ લઈલો.. કંઈક વધારે પણ જોડો, એનાથી પણ વધારે હું એમને પ્રેમ કરું છું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિમીના શોમાં રેખાએ કહ્યું હતું કે તેમનો અમિતાભ સાથે કોઈ ખાનગી સંબંધ નહોતો. એટલું જ નહીં રેખાએ એ પણ જણાવ્યું કે, જયા બચ્ચન સાથે પણ કોઈ અણબનાવ નથી થયો. તમને જણાવી દઈએ કે યશ ચોપડાની વર્ષ 1981માં રિલીઝ થયેલી ફિલ્મ સિલસિલા બાદ અમિતાભ બચ્ચન અને રેખા ક્યારેય પણ સાથે કામ કરતા નથી જોવા મળ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news