ખતરનાક સ્ટાઈલમાં ઢિંચાક પૂજાની વાપસી, જુઓ તેના 'નાચ કે પાગલ હો જાઓ'નો VIDEO

છેલ્લા બે વર્ષથી અલગ અલગ અંદાઝમાં ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહેલી ઢિંચાક પૂજા એકવાર ફરીથી નવું ગીત લઈને આવી ગઈ છે. ઢિંચાક પૂજા એક એવી સિંગર છે જેણે સાબિત કરી દીધુ કે સિંગર બનવા માટે તમારે કોઈ પ્રોફેશનલ કોર્સની જરૂર નથી.

ખતરનાક સ્ટાઈલમાં ઢિંચાક પૂજાની વાપસી, જુઓ તેના 'નાચ કે પાગલ હો જાઓ'નો VIDEO

નવી દિલ્હી: છેલ્લા બે વર્ષથી અલગ અલગ અંદાઝમાં ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહેલી ઢિંચાક પૂજા એકવાર ફરીથી નવું ગીત લઈને આવી ગઈ છે. ઢિંચાક પૂજા એક એવી સિંગર છે જેણે સાબિત કરી દીધુ કે સિંગર બનવા માટે તમારે કોઈ પ્રોફેશનલ કોર્સની જરૂર નથી. ઢિંચાક પૂજાનું પહેલુ ગીત સેલ્ફી મેંને લેલી આજ ગીતે સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી હતી અને આ ગીતથી તે ખુબ ફેમસ થઈ હતી. હાલમાં જ પૂજાનું નવું ગીત નાચ  કે પાગલ હો જાઓ રિલીઝ થયું છે. જો કે તમારામાંથી ઘણા બધાને આ ગીત ખુબ મજેદાર લાગશે.કારણ કે આ વખતે પૂજાનો અંદાજ બિલકુલ અલગ છે. 

જુઓ VIDEO

પૂજાના આ ગીતમાં છોકરાઓ નહીં પરંતુ છોકરીઓ જોવા મળી રહી છે. પૂજાએ આ ગીત યુટ્યુબ ચેનલ પર બે દિવસ પહેલા જ એટલે કે 25 જુલાઈએ અપલોડ  કર્યું હતું. જેને અત્યાર સુધી 12 લાખથી વધુ લોકોએ જોયું છે. ઢિંચાક પૂજાને લોકો તેના અજીબ ગીતો માટે પસંદ કરે છે. 

અત્રે જણાવવાનું કે 2017માં પૂજાની લોકપ્રિયતા એટલી વધી ગઈ હતી કે તેને બિગ બોસ ભાગ પણ બનાવવામાં આવી હતી. પૂજાએ 2017માં બિગ બોસના 11 સીઝનમાં ઘરમાં ખુબ ધમાલ મચાવી હતી. તે પોતાના ગીતોથી ઘરવાળાનું ખુબ મનોરંજન કરતી હતી. જો કે આમ છતાં તે લાંબો સમય ટકી શકી નહતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news