'જે હાથ આર્ટિકલ 35A સાથે છેડછાડ કરવા ઉઠશે, તે હાથ જ નહીં, શરીર પણ બળીને રાખ થઈ જશે'
પીડીપી અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રવિવારે આર્ટિકલ 35એને લઈને વિવાદીત ટિપ્પણી કરી છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આર્ટિકલ 35એ સાથે છેડછાડ કરવાનો અર્થ બારૂદને હાથ લગાવવા જેવું છે. મહેબુબા મુફ્તીએ કહ્યું કે જે હાથ 35 એ સાથે છેડછાડ કરવા માટે ઉઠશે તે હાથ જ નહીં પરંતુ આખું શરીર બળીને રાખ થઈ જશે.
Trending Photos
નવી દિલ્હી: પીડીપી અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ રવિવારે આર્ટિકલ 35એને લઈને વિવાદીત ટિપ્પણી કરી છે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આર્ટિકલ 35એ સાથે છેડછાડ કરવાનો અર્થ બારૂદને હાથ લગાવવા જેવું છે. મહેબુબા મુફ્તીએ કહ્યું કે જે હાથ 35 એ સાથે છેડછાડ કરવા માટે ઉઠશે તે હાથ જ નહીં પરંતુ આખું શરીર બળીને રાખ થઈ જશે.
પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્ર સરકાર કાશ્મીરને સંપૂર્ણ રીતે બરબાદ કરવા બેઠા છે. કાશ્મીરીઓએ પોતાનું બંધારણ બચાવવું પડશે. જમ્મુ અને કાશ્મીર બેંકને ખતમ કરી દેવાઈ. સરકારો આવશે અને જશે પરંતુ કાશ્મીર સુરક્ષિત રહેવું જોઈએ. તેમણે કહ્યું કે અમે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો અપાવીને રહીશું.
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકાર તરફથી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા કારણોસર વધારાના 10,000 જવાનોને તહેનાત કરવાના નિર્ણયથી રાજ્યના નેતાઓ ભડકી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ શનિવારે નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીર ઘાટીમાં કરાયેલી 10000 જવાનોની તહેનાતીથી લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે કાશ્મીર ઘાટીમાં આમ પણ સુરક્ષાદળોની કોઈ કમી નથી. જમ્મુ અને કાશ્મીર રાજકીય સમસ્યા છે. સેના તેનો ઉકેલ નથી. કેન્દ્ર સરકારે આ મામલે ફરીથી વિચાર કરીને પોતાની નીતિઓમાં ફેરફાર કરવાની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે