ઈન્ટરનેટ પર વાયરલ થયો 'કમલ ફિર સે છાએગા, પૂરા બહુમત આએગા'નો VIDEO

Nyonishi Cousins દ્વારા આ વીડિયો યૂટ્યૂબ પર 7 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી લાખો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. 
 

 ઈન્ટરનેટ પર વાયરલ થયો 'કમલ ફિર સે છાએગા, પૂરા બહુમત આએગા'નો VIDEO

નવી દિલ્હીઃ ફરહાન અખ્તર, જોયા અખ્તર અને રિતેશ સિધવાનીની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી ફિલ્મ ગલી બ્વોય આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલીવુડ અભિનેતા રણવીર સિંહ લીડ રોલમાં છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ બાદથી જ રણવીર સિંહની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે, કારણ કે તે ફિલ્મોમાં અલગ-અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું એક ગીત અપના ટાઇમ આએગા લોકો વચ્ચે ખૂબ જાણીતું બની ગયું છે. 

ઇન્ટરનેટ પર પસંદ કરવામાં આવી રહ્યો છે વીડિયો
ફિલ્મ ગલી બ્વોયના ટ્રેલર બાદ તેનો એક સ્પૂક વીડિયો સામે આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. આ વીડિયોમાં ફિલ્મનું નામ ગલી બ્વોયમાંથી બદલીને અપના મોદી આએગા કરી દેવામાં આવ્યું છે અને આ ચર્ચામાં રહેલા ગીત અપના ટાઇમ આએગાને પૂરા બહુમત આએગાના રૂપમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. આ ટ્રેલપમાં બે યુવતીઓ શાનદાર રેપ કરતી જોવા મળી રહી છે.  Nyonishi Cousins દ્વારા આ વીડિયો યૂટ્યૂબ પર 7 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યું છે, જે 185,606 વાર જોવાઈ ચુક્યો છે. 

મહત્વનું છે કે, સિંબા અને ખીલજી બાદ રણવીર સિંહને મુંબઈના ચોલના છોકરાના રોલમાં જોવા રસપ્રદ છે. ફિલ્મ ગલી બ્વોયનું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે, બોલીવુડમાં એકવાર ફરી ફ્રેશ કહાનીને ફેન્સની સામે લાવવામાં આવી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ પાવરફુલ અને આઝાદ ખ્યાલ ધરાવતી યુવતીની ભૂમિકામાં જોવા મળી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news