ખર્ચ કરીને પણ બચાવી શકો છો ઘણો બધો ઇનકમ ટેક્સ, જાણો કેવી રીતે

ખર્ચ કરીને પણ બચાવી શકો છો ઘણો બધો ઇનકમ ટેક્સ, જાણો કેવી રીતે

Tax Saving ની સીઝન ચાલી રહી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહીનામાં દરેક નોકરીયાત ઇનકમ ટેક્સપેયરનો પ્રયત્ન રહે છે કે તેને ઓછામાં ઓછો ઇનકમ ટેક્સ ચૂકવવો પડે. ઇનકમ ટેક્સ બચાવવાની સૌથી સરળ રીત છે કલમ 80સી હેઠળ ઉપલબ્ધ વિકલ્પો જેમ કે પીપીએફ, લાઇફ ઇંશ્યોરન્સ, બેંકોના ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડોની ઇક્વિટી સેવિંગ્સ સ્કીમ વગેરેમાં પૈસા લગાવવામાં આવે. જોકે તમે ઇચ્છો તો બચાવીને નહી પણ ખર્ચ કરીને ઇનકમ ટેક્સની ચૂકવણીને ઘટાડી શકો છો.  

બાળકોની ટ્યૂશન ફી પર મળે છે ડિડક્શનનો લાભ
ટેક્સ બચાવવા માટે ઉતાવળમાં લાઇફ ઇંશ્યોરન્સ પોલિસી લેતાં અથવા ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતા લોકો તે ભૂલી જાય છે કે જે પ્રાઇવેટ સ્કૂલોમાં તે પોતાના બાળકોને ભણાવી રહ્યા છે, તેની ટ્યૂશન ફીના પેમેંટ પર પણ ઇનકમની કલમ 80સી હેઠળ ડિડક્શનનો ફાયદો મળે છે. સૌથી પહેલાં પોતાના બાળકોની વાર્ષિક ફી ઉમેરીને જોઇ લો આ દોઢ લાખ રૂપિયાથી કેટલી ઓછી છે. બાકીની રકમ તમે બચત અથવા ખર્ચના અન્ય વિકલ્પોમાં કરી શકો છો. 

હેલ્થ ઇંશ્યોરેંસ ખરીદવામાં કરો ખર્ચ અને મેળવો 50,000 રૂપિયા સુધીના ડિડક્શનનો લાભ
સતત મોંઘા થતા હેલ્થકેરને જોતાં દરેક જણ માટે હેલ્થ ઇંશ્યોરન્સ લેવો જરૂરી છે. તેનાથી ના ફક્ત તમે ઇમરજન્સીમાં હોસ્પિટલોનો ખર્ચ બચાવી શકો છો પરંતુ તેના પ્રીમિયમના પેમેંટ પર તમારો ઇનકમ ટેક્સમાં કપાતનો લાભ પણ મળી શકે છે. ટેક્સ એક્સપર્ટ અને ઇન્વેસ્ટમેંટ એડવાઇઝર બલવંત જૈન કહે છે કે તમે તમારા પરિવાર માટે મેડિક્લેમ લો છો તો 25,000 રૂપિયા સુધીના પ્રીમિયમ પર કપાત એટલે કે ડિડક્શનનો ફાયદો મળે છે. જો તમે તમારા માતા-પિતાના મેડિક્લેમનું પ્રીમિયમ પણ ભરો છો તો તમને 50,000 રૂપિયાનો એકસ્ટ્રા બેનિફિટ મળશે. જો ટેક્સપેયર અને તેના માતા-પિતા બંને વરિષ્ઠ નાગરિક છે તો 1 લાખ રૂપિયા સુધીન પ્રીમિયમ પર ડિડક્શનનો લાભ ઉઠાવી શકે છે.

ગંભીર બિમારીઓની સારવાર પર થનાર ખર્ચ પર પણ મળે છે ડિડક્શનનો ફાયદો
આર્થિક રીતે તમારા પર નિર્ભર પરિવારનો કોઇ સભ્ય ગંભીર બિમારીથી પીડિત છે તો તેની સારવાર પર થનાર ખર્ચનો દાવો તમે ઇનકમ ટેક્સ અધિનિયમની કલમ 80ડીડીબી હેઠળ કરી શકો છો. કપાતનો આ દાવો પત્ની, બાળક, માતા-પિતા અથવા ભાઇ-બહેન માટે કરી શકાય છે. ધ્યાન રહે આ કલમ હેઠળ ફક્ત નિવાસી ભારતીય જ ટેક્સમાં કપાતનો દાવો કરી શકે છે. બલવંત જૈન કહે છે કે તમે સારવાર પર થનાર વાસ્તવિક ખર્ચ અથવા 40,000 રૂપિયા, જે પણ ઓછું હોય તેનો દાવો કરી શકો છો. વરિષ્ઠ નાગરિકોની ગંભીર બિમારીઓની સારવાર પર ખર્ચની સીમા 60,000 રૂપિયા અને 80 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે તેની સીમા 80,000 રૂપિયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news