શાહિદ-મીરાએ જોરદાર કિસની તસવીર પોસ્ટ કરી આપી દિવાળીની શુભેચ્છા, જોવા કરો ક્લિક

શાહિદ અને મીરાની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે

શાહિદ-મીરાએ જોરદાર કિસની તસવીર પોસ્ટ કરી આપી દિવાળીની શુભેચ્છા, જોવા કરો ક્લિક

મુંબઈ : શાહિદ કપૂર અને મીરા રાજપૂતના જ્યારથી લગ્ન થયા છે ત્યારથી તેઓ પોતાના ખાસ અંદાજથી લોકોને ચોંકાવતા આવ્યા છે. તેઓ અવારનવાર પોતાના ચાહકોને સરપ્રાઇઝ આપતા રહે છે. આ દિવાળીમાં તેમને પોતાના ચાહકોને મોટા ધડાકાથી ચોંકાવી દીધા છે. મીરાએ હાલમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી એક તસવીર શેયર કરી છે જેમાં તે અને શાહિદ કિસ કરી રહ્યા છે. મીરાએ આ તસવીર સાથે જે કેપ્શન લખ્યું છે એમાં પ્રેમનો સંદેશ વ્યક્ત થાય છે. મીરાએ મેસેજ લખ્યો છે કે, ‘इस दिवाली सिर्फ प्यार...’

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Only love 💕Happy Diwali!

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) on

શાહિદ અને મીરા હાલમાં બીજીવાર માતા-પિતા બન્યા છે. તેમના ત્યાં દીકરા ઝૈન કપૂરનો જન્મ થયો છે અને ઝૈનની આ પહેલી દિવાળી છે જેના કારણે ઘરમાં ખુશીનો માહોલ છે. હાલમાં જ ઝૈનની પહેલી તસવીરો મીડિયામાં શેયર થઈ હતી પણ એમાં તેનો ચહેરો સ્પષ્ટ રીતે જોવા મળ્યો નહોતો. 

શાહિદ કપૂરની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો એ પોતાની નવી ફિલ્મ 'કબીર સિંહ'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી છે. આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'ની હિન્દી રિમેક છે. આ ફિલ્મ 21 જૂન, 2019ના દિવસે રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news