સલમાનની ગંજી સાથેની તસવીર ઇન્ટરનેટ પર થઈ રાતોરાત વાઇરલ કારણ કે...

સલમાન ખાન ફિલ્મ્સમાં વારંવાર શર્ટ ઉતારી દે છે. હવે તેની એક તસવીર સામે આવી છે. જેમાં તે શર્ટ વગર જોવા મળે છે. 

સલમાનની ગંજી સાથેની તસવીર ઇન્ટરનેટ પર થઈ રાતોરાત વાઇરલ કારણ કે...

મુંબઇ : બોલિવૂડનો દબંગ સલમાન ખાનનો અંદાજ નીરાળો છે. આ વાતમાં તેનો કોઈ જ મુકાબલો નથી. સલમાન ખાન ફિલ્મ્સમાં વારંવાર શર્ટ ઉતારી દે છે. હવે તેની એક તસવીર સામે આવી છે. જેમાં તે શર્ટ વગર જોવા મળે છે. સલમાનની આ તસવીર એક લગ્નની પાર્ટીની છે.

એક્ટ્રેસ બીના કાકે બુધવારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની દીકરીની લગ્નની તસવીરો પોસ્ટ કરી છે. જેમાં સલમાન ખાન ગંજી લુકમાં જોવા મળે છે. આ તસવીરમાં સ્પષ્ટ જોવા મળે છે કે નવ વર્ષ પહેલા બીના કાકની દીકરીના લગ્નમાં સલમાન ખાન સફેદ રંગની ગંજી અને જીન્સ પહેરીને પહોંચ્યો હતો. તેણે સનગ્લાસિસ અને એક ટોપી પણ પહેરી છે. આ પછી લગ્ન સમારોહ દરમિયાન સલમાન ખાને શર્ટ અને ટ્રાઉઝર પહેર્યું હતું.

A post shared by Bina Kak (@kakbina) on

નોંધનીય છે કે બીના કાકે સલમાન ખાન સાથે ‘મૈંને પ્યાર ક્યોં કિયા’ અને ‘ગોડ તુસ્સી ગ્રેટ હો’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. તેઓ કોંગ્રેસના નેતા પણ રહી ચુક્યા છે. નોંધનીય છે કે સલમાન આજે પણ નવ વર્ષ પહેલાં જેટલો જ સુપરફિટ લાગે છે. સલમાન ખાનના ચાહકો તેની આગામી ફિલ્મ ભારતની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં તેનો લુક જોઈને બધાને આંચકો લાગ્યો છે કારણ કે તે 53 વર્ષનો હોવા છતાં આ ફિલ્મમાં અત્યંત યુવાન લાગે છે. સલમાનની આ યુવાનીનો રાઝ ટેકનોલોજીમાં સંતાયેલો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સલમાને પોતાની જાતને યુવાન દર્શાવવા માટે સીજીઆઇ કોમ્પ્યૂટર જનરેટેડ ઇમેજનો ઉપયોગ કર્યો છે.  આ ટેકનોલોજીની મદદથી સલમાન યુવાનીથી માંડીને વૃદ્ધત્વ સુધીનો સમયગાળો પડદા પર દેખાડવાનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news