પ્રતીક બબ્બરની મહેંદી-હલ્દીની તસવીરો વાઇરલ, ભાવિ પત્ની BSPના નેતાની દીકરી

બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ સ્મિતા પાટીલ અને નેતા-અભિનેતા રાજ બબ્બરના દીકરા પ્રતીક બબ્બરની લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે

પ્રતીક બબ્બરની મહેંદી-હલ્દીની તસવીરો વાઇરલ, ભાવિ પત્ની BSPના નેતાની દીકરી

નવી દિલ્હી : બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ સ્મિતા પાટીલ અને નેતા-અભિનેતા રાજ બબ્બરના દીકરા પ્રતીક બબ્બરની લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. પ્રતીકના લગ્ન બહુજન સમાજ પાર્ટીના નેતા પવન સાગરની દીકરી સાન્યા સાગર સાથે લખનૌ ખાતે થવાના છે. આ લગ્નની વિધિઓમાંથી પ્રતિક-સાન્યાની હલ્દી અને મહેંદીની વિધિ સોશિયલ મીડિયામાં વાઇરલ બની છે. 

પ્રતીક અને સાન્યાએ ગયા વર્ષે એકાએક સગાઈની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. પ્રતીક અને સાન્યા વચ્ચે છેલ્લા આઠ વર્ષથી પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું અને આખરે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તેમના લગ્ન પરંપરાગત રીતે થશે અને લગ્ન પછી મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપવામાં આવશે. આ રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડથી માંડીને રાજકારણના અનેક મોટા ચહેરા સામે આવશે. 

પ્રતીક ગયા વર્ષે 'મુલ્ક'માં પોતાની એક્ટિંગને કારણે લોકપ્રિય બન્યો હતો. પ્રતીકની પત્ની સાન્યા એક લેખિકા છે અને ક્રિએટીવ રાઇટિંગના ફિલ્ડમાં સક્રિય છે. સાન્યાના પિતા પણ રાજકારણમાં સક્રિય છે. સાન્યાએ ગોલ્ડસ્મિથ યુનિવર્સિટી ઓફ લંડનમાંથી ગ્રેજ્યુએટ છે અને તેણે ફિલ્મ એકેડમીમાંથી ફિલ્મમેકિંગમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news