વિક્કીને મળી નવી ગર્લફ્રેન્ડ ! નામ છે...

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ઉરી ફિલ્મના સ્ટાર વિકી કૌશલનું તેની કથિત ગર્લફ્રેન્ડ હરલીન સેઠીનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વાતને ટેકો આપતા પુરાવા પણ સોશિયલ મીડિયા મારફતે મળી રહ્યા છે. 

વિક્કીને મળી નવી ગર્લફ્રેન્ડ ! નામ છે...

મુંબઈ : તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે ઉરી ફિલ્મના સ્ટાર વિકી કૌશલનું તેની કથિત ગર્લફ્રેન્ડ હરલીન સેઠીનું બ્રેકઅપ થઈ ગયું છે. આ વાતને ટેકો આપતા પુરાવા પણ સોશિયલ મીડિયા મારફતે મળી રહ્યા છે. એ સમયે આવેલા એક રિપોર્ટ પ્રમાણે વિક્કી અને હરલીનના બ્રેકઅપ માટે કેટરિના જવાબદાર છે. હાલમાં વિક્કી રિયલ લાઇફમાં કેટરિનાના પ્રેમમાં ઉંધેકાંધ પડ્યો છે જેના કારણે તેના અને હરલીનના પ્રેમસંબંધ પર પુર્ણવિરામ મુકાઈ ગયું છે. 

જોકે હવે આ સમગ્ર પરિસ્થિતિમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે વિક્કી કૌશલ હાલમાં ફિલ્મ બિયોન્ડ ધ ક્લાઉડ્સની લીડ એક્ટ્રેસ માલવિકા મોહન સાથે રિલેશનશિપમાં છે. હકીકતમાં વિક્કી, તેનો ભાઈ સની કૌશલ, માલવિકા અને તેનો ભાઈ એકબીજાને નાનપણથી ઓળખે છે અને તમામ એકબીજા સાથે સારૂં બોન્ડિંગ શેર કરે છે. આ સંબંધને કારણે વિક્કી અને માલવિકા એકબીજાની નજીક આવી ગયા છે.

હરલીન અને વિક્કી એક કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. હકીકતમાં વિક્કી એ પાર્ટીમાં બીજી ફ્રેન્ડને મળવા આવ્યો હતો અને એની હરલીન સાથે મિત્રતા થઈ ગઈ હતી. હરલીન અને વિક્કી છેલ્લા કેટલાક મહિનાઓથી એકબીજા સાથે ડેટ કરી રહ્યા હતા પણ હવે આ સંબંધોનો અંત આવી ગયો છે. હવે વિક્કીના જીવનમાં માલવિકાનું ખાસ સ્થાન છે. માલવિકા હંમેશા બધાની સામે વિક્કીની જ વાતો કરે છે. વિક્કી ભલે પંજાબી હોય પરંતુ તેને સાઉથ ઈન્ડિયન ફૂડ વધારે પસંદ છે અને તે દર ગુરુવારે માલવિકાના ઘરે જમવા માટે જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news