દિગ્ગજ અભિનેતા ડો. શ્રીરામ લાગુનું નિધનઃ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોકમગ્ન

શ્રીરામ લાગુનો(Shriram Lagoo) જન્મ 16 નવેમ્બર, 1927માં મહારાષ્ટ્રમાં સતારામાં(Satara) થયો હતો. શ્રીરામ લાગુના નિધનથી બોલિવૂડની(Bollywood) સાથે જ થિયેટર જગતને પણ મોટું નુકસાન થયું છે. ડો. શ્રીરામ લાગુએ માત્ર બોલિવૂડની ફિલ્મોમાં જ નહીં પરંતુ મરાઠી ફિલ્મો અને થિયેટર ક્ષેત્રે પણ ઘણું કામ કર્યું છે.
 

દિગ્ગજ અભિનેતા ડો. શ્રીરામ લાગુનું નિધનઃ સમગ્ર ફિલ્મ ઉદ્યોગ શોકમગ્ન

મુંબઈઃ વરિષ્ઠ અભિનેતા શ્રીરામ લાગુનું(Dr. Shriram Lagoo) મંગળવારે પુણેની(Pune) દિનાનાથ મંગેશકર હોસ્પિટલમાં નિધન થઈ ગયું. તેઓ 92 વર્ષના હતા. શ્રીરામ લાગુનો જન્મ 16 નવેમ્બર, 1927માં મહારાષ્ટ્રમાં સતારામાં થયો હતો. શ્રીરામ લાગુના નિધનથી બોલિવૂડની(Bollywood) સાથે જ થિયેટર જગતને પણ મોટું નુકસાન થયું છે. ડો. શ્રીરામ લાગુએ માત્ર બોલિવૂડની ફિલ્મોમાં જ નહીં પરંતુ મરાઠી ફિલ્મો અને થિયેટર ક્ષેત્રે પણ ઘણું કામ કર્યું છે. તેઓ અમિતાભ બચ્ચની જાણીતી ફિલ્મ મુકદ્દર કા સિકંદરમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત હેરાફેરી, ઘરોંદા, મંજિલ, થોડી સી બેવફાઈ, લાવારિસ, શ્રીમાન શ્રીમતી, વિધાતા, સદમા અને ઈન્સાફ કી પુકાર જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. છેલ્લે તેઓ સલમાન ખાનની ફિલ્મ 'એક થા ટાઈગર'માં જોવા મળ્યા હતા.  

શ્રીરામ લાગુનો(Shriram Lagoo) જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. તેમણે મેડિકલનો અભ્યાસ કર્યો હતો અને એમબીબીએસની ડિગ્રી પણ મેળવી હતી. મેડિકલ કોલેજમાં અભ્યાસ દરમિયાન જ તેમણે થિયેટરમાં કામ શરૂ કર્યું હતું. તેઓ પ્રોગ્રેસિવ ડ્રામેટિક એસોસિએશન સાથે જોડાયા હતા. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં ઈએનટી સર્જરીમાં ડિગ્રી મેળવી અને 6 વર્ષ સુધી પુણેમાં તબીબી પ્રેક્ટિસ પણ કરી હતી. ત્યાર પછી વધારાની ટ્રેનિંગ માટે તેઓ કેનેડા અને ઈંગ્લેન્ડ પણ ગયા હતા. ભારત પરત આવ્યા બાદ તેમણે પુણેમાં જ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. ત્યાર પછી તેમણે અભિનય ક્ષેત્રે પગ મુક્યો હતો. 

1969માં તેઓ ફુલ ટાઈમ એક્ટર બની ગયા હતા. તેમણે શરૂઆતમાં મરાઠીમાં કેટલાક નાટક સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરીહતી. તેમનો ડેબ્યુ પ્લે વસંત કનેટકર દ્વારા લખેલું નાટક Oshalala Mrityu હતું. બોલિવૂડમાં તેમણે વર્ષ 1972માં પિંજરા ફિલ્મ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેમણે પાછા વળીને જોયું નથી. પિતાની ભૂમિકા હોય કે વિલનની, પોલીસની હોય કે પછી કોઈ અન્ય, શ્રીરામ લાગુએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. તેમણે 100થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. 

બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ
અંગત જીવનમાં શ્રીરામ લાગુએ દીપા લાગુ સાથે લગ્ન કર્યા હતા. દીપા પોતે પણ થિયેટર અને ફિલ્મો સાથે સંકળાયેલી હતી. આ લગ્ન દ્વારા તેમને 2 પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો હતો. અભિનય માટે શ્રીરામ લાગુને અનેક એવોર્ડ મળી ચુક્યા છે. ઘરોંદા ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મ ફેર એવોર્ડ તેમને અપાયો હતો. આ ઉપરાંત 1997માં તેમને કાલીદાસ સન્માન અને 2010માં તેમને સંગત નાટક એકેડમીના ફેલોશિપ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. 

ડો. શ્રીરામ લાગુના નિધન પર બોલિવૂડની અનેક હસ્તીઓની સાથે-સાથે મહારાષ્ટ્રના દિગ્ગજ રાજકીય નેતાઓએ પણ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news