આ દિગ્ગજ સંગીતકારે પોતાના ઓરિજનલ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક દ્વારા 'સાહો'માં લગાવ્યા ચાર ચાંદ!
પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ 'સાહો' પોતાના રસપ્રદ જ્યૂકબોક્સ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે જેમાં દિગ્ગજ સંગીત નિર્દેશક મોહંમદ ધિબરનના ઓરિજનલ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પુરૂ પાડવામાં આવ્યું છે, જે હાલમાં દર્શકો વચ્ચે પ્રશંસા પાત્ર છે.
Trending Photos
મુંબઇ: પ્રભાસ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ 'સાહો' પોતાના રસપ્રદ જ્યૂકબોક્સ સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે જેમાં દિગ્ગજ સંગીત નિર્દેશક મોહંમદ ધિબરનના ઓરિજનલ બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પુરૂ પાડવામાં આવ્યું છે, જે હાલમાં દર્શકો વચ્ચે પ્રશંસા પાત્ર છે.
આ સંગીતકાર દક્ષિણ ભારતીય ઇંડસ્ટ્રીનું એક મુખ્ય નામ છે અને તે અત્યાર સુધી વિભિન્ન પ્રોજેક્ટ માટે સંગીત અને ઓરિજનલ બેકગ્રાઉન્ડ સ્કોરની રચના કરી ચૂકી છે. તાજેતરમાં જ રિલીઝ થયેલા સાહોના ટીઝરમાં આપણને જે બીટ્સ અને રિધમના રોચાંચકારી કોમ્બિનેશન સાથે દમદાર બેકગ્રાઉન્ડ મ્યૂઝિક સાંભળવા મળ્યું જે મોહંમદ દ્વારા રચિત છે. એક રોમાંચક બેકગ્રાઉન્ડ સ્કોર સાથે, ટીઝરે ઘણા રેકોર્ડ સ્થાપિત કરી લીધા છે અને હવે દર્શકોને આ હાઇ ઓકટાઉન થ્રિલરને રિલીઝ થવાની રાહ જોવાઇ રહી છે.
ટીઝરે પોતાની રિલીઝના થોડા દિવસોમાં બધી ભાષાઓમાં 72 મિલિયનથી વધુ વાર જોવામાં આવી ચૂક્યું છે અને આ સાથે જ ટીઝરે ઘણા નવા રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે અને અત્યારે પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આગામી એક્શન ફિલમ વર્ષની સૌથી પ્રતિક્ષિત ફિલ્મ સાબિત થઇ રહી છે અને દર્શકોના એકશન અને પાવર પંચ સાથે મનોરંજન માટે તૈયાર છે.
ઇંડસ્ટ્રીની નવી જોડી, પ્રભાસ અને શ્રદ્ધા કપૂરે ફિલ્મ સાથે જોડાયેલી ઝલક સાથે પોતાના પ્રશંસકોને ખુશ કરતાં એક એક્શન પેક અને દમદાર ટીઝર રજૂ કરવામાં આવ્યું છે તેના રિલીઝ બાદ જ ટીઝરમાં જોવા મળી રહેલી તેમની કેમિસ્ટ્રી અને એક્શન સિકવન્સે પ્રશંસકોને આતુર કરી દીધ છે.
પ્રભાસની ફિલ્મ સાહો તામિલ, તેલુગુ તેમજ હિન્દી ફિલ્મમાં એકસાથે રિલીઝ થશે અને એને 150 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. ડિરેક્ટર સુજિતની આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ, મહેશ માંજરેકર, ટીનુ આનંદ અને મંદિરા બેદી પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થશે અને એનો સામનો જોન અબ્રાહમની બાટલા હાઉસ સાથે થશે.
અભિનેતા પ્રભાસે ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે તેના માટે પ્રભાસે 7 થી 8 કિલો વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં વજન ઘટાડવા માટે પ્રભાસ માટે એક વિશેષ ડાઇટ પ્લાન બનાવવામાં આવ્યો હતો, સાથે જ અભિનેતાએ જિમમાં પણ પરસેવો પાડ્યો છે. બહુ મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં સ્પેશિયલ બાઇક અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રભાસને આ કાર અને બાઇક એટલા પસંદ પડી ગયા છે કે તે એેને પોતાના ઘરે લઈ ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે