ફેશન શોમાં રેમ્પ વોક કરતી વખતે એકાએક ગબડી યામી, જુઓ વાઇરલ Video

યામી હાલમાં ઉરી ફિલ્મને કારણે ચર્ચામાં આવી છે

ફેશન શોમાં રેમ્પ વોક કરતી વખતે એકાએક ગબડી યામી, જુઓ વાઇરલ Video

મુંબઈ : મંગળવારથી લેકમે ફેશન વિકનો પ્રારંભ થયો છે. આ ફેશન વિકના બીજા દિવસે ઉરીથી લાઇમલાઇટમાં આવેલી યામી ગૌતમ રેમ્પ વોક માટે ઉતરી હતી. જોકે આ સમયે એ દુર્ઘટનાનો ભોગ બની હતી. યામીએ ડિઝાઇનર ગૌરી અને નૈનિકા માટે રેમ્પ વોક કર્યું હતું અને તેણે ન્યૂડ રંગનું ગાઉન પહેર્યું હતું. યામી ગાઉનમાં ખૂબસુરત તો લાગી રહી હતી પણ જેવી તે રેમ્પ વોક કરવા નીકળી ત્યારે ગાઉન તેના પગમાં ભરાઈ ગયું હતું અને તે પડતા પડતા રહી ગઈ હતી. જોકે યામીએ પોતાની જાતને જાળવી લીધી હતી અને રેમ્પ વોક કર્યું હતું. 

આ દુર્ઘટના પછી યામીએ રેમ્પ પર જાતને જાળવી અને એ વાતને લોકોએ બહુ પસંદ કરી હતી. યામીનો આ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે અને લોકો તેને બહુ પસંદ કરી રહ્યા છે. 

A post shared by Filmfare (@filmfare) on

A post shared by Anju Sharma (@anjusharma59) on

યામી હાલમાં ફિલ્મ ઉરી જોવા મળી હતી અને તેની એક્ટિંગને લોકોએ બહુ પસંદ કરી હતી. આ ફિલ્મમાં યામી ગૌતમ તેમજ વિક્કી કૌશલ જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું એવું કલેક્શન કરી રહી છે.  ઉરીને યુપી સરકારે ટેક્સ ફ્રી જાહેર કરી છે. આ ફિલ્મના રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે તેમજ ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ વખાણ કર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news