ઘણા લોકોએ મને 'પેડમેન' બનાવવાની ના પાડી હતીઃ ટ્વિંકલ ખન્ના

'પેડમેન'ને સામાજિક મુદ્દા પર બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. હવે ટ્વિંકલે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, એવા ઘણા લોકો હતા જેણે પેડ પર ફિલ્મ બનાવવાની ના પાડી હતી.

ઘણા લોકોએ મને 'પેડમેન' બનાવવાની ના પાડી હતીઃ ટ્વિંકલ ખન્ના

નવી દિલ્હીઃ રાઇટર-પ્રોડ્યૂસર ટ્વિંકલ ખન્નાએ પાછલા વર્ષે પોતાના પ્રોડક્શન હાઉસ 'મિસેઝ ફનીબોન્સ મૂવીઝ'ની શરૂઆત કરી હતી. ટ્વિંકલે પોતાના પતિ અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન'થી પોતાના ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રમાં પગ મુક્યો હતો. ફિલ્મ   'પેડમેન'ને સામાજિક મુદ્દા પર બનેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. હવે ટ્વિંકલે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે, એવા ઘણા લોકો હતા જેણે પેડ પર ફિલ્મ બનાવવાની ના પાડી હતી. ફિલ્મનો નેશનલ એવોર્ડ આ ફિલ્મને મળ્યા બાદ ટ્વિંકલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે. 

પોતાની પોસ્ટમાં ટ્વિંકલે લખ્યું છે, 'આ સફરની શરૂઆત પાંચ વર્ષ પહેલા પિરિયડ્સ પર કોલમ લખવાથી થઈ હતી, ત્યારબાદ મેં મારા બીજા પુસ્તકમાં અરૂનાચલમ મુરૂગનાથનમ વિશે લખ્યું અને આખરે આવી  'પેડમેન'. ઘણા લોકોએ પેડ પર ફિલ્મ બનાવવાની મને ના પાડી હતી અને મિસેજ ફનીબોક્સ મૂવીઝની પ્રથમ ફિલ્મએ રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે. 

ટ્વિંકલે આગળ લખ્યું, 'ક્યારેક-ક્યારેક સારી નિયતની સાથે તમે જ્યારે શરૂઆત કરો છો તો ભાગ્ય પણ તમને સાથ આપે છે.' ત્યારબાદ ટ્વિંકલે ફિલ્મના ડાયરેક્ટર આર. બાલ્કી અને ફિલ્મના કલાકારોને પણ શુભેચ્છા આપતા તેની પ્રશંસા કરી છે. 

આ પહેલા ફિલ્મની પ્રોડ્યૂસર ટ્વિંકલ ખન્નાએ ટ્વીટ કર્યું હતું, 'આભાર! પૂર્ણ રીતે અભિભૂત છું. હું કારમાં હતી જ્યારે મેં ટ્વીટ જોયું અને જાણવા મળ્યું કે અમે ખરેખર નેશનલ એવોર્ડ જીત્યો છે.'

ટ્વિંકલના ટ્વીટ પર ફિલ્મના અભિનેતા અક્ષય કુમારે લખ્યું, 'હાં અને બીજો કોલ મારી પાસે આવ્યો કે અમે બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ જીત્યો છે. હું માત્ર તે કહી શકું છું, દુનિયાને કહો, કોપી ધેટ.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news