Tunisha Sharma Suicide Case: શીઝાન ખાનની મુશ્કેલી વધી, કોર્ટે વધુ બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

Tunisha Sharma Suicide Case: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં એક અપડેટ સામે આવ્યું છે. આ મામલામાં શીઝાન મોહમ્મદ ખાનના રિમાન્ડ 30 ડિસેમ્બર સુધી વધારી દીધા છે. 

Tunisha Sharma Suicide Case: શીઝાન ખાનની મુશ્કેલી વધી, કોર્ટે વધુ બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો

મુંબઈઃ Tunisha Sharma Suicide Case: તુનિષા શર્મા આપઘાત કેસમાં એક મોટી માહિતી સામે આવી છે. આ કેસમાં શીઝાન મોહમ્મદ ખાનના રિમાન્ડ 30 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા છે. તુનિષાના આપઘાત બાદ શીઝાનની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ સતત તેની પૂછપરછ કરી રહી છે. તેવામાં આગામી કેટલાક દિવસ સુધી શીઝાને પોલીસના સવાલોનો સામનો કરવો પડશે. 

કોણ છે શીઝાનની સીક્રેટ ગર્લફ્રેન્ડ?
રિપોર્ટ પ્રમાણે શીઝાને પોતાની સીક્રેટ ગર્લફ્રેન્ડના ચેટ્સ ડિલીટ કરી દીધા હતા. માહિતી છે કે શીઝાનની સીક્રેટ ગર્લફ્રેન્ડ ટીવી સીરિયલ અભિનેત્રી છે અને તે મુંબઈમાં રહે છે. પોલીસને 250 પેજના વોટ્સએપ ચેટ મળ્યા છે, પરંતુ તેનું એનાલિસિસ કરવાનું બાકી છે. જૂન મહિનાથી લઈને અત્યાર સુધીના ચેટ્સ રિકવર કરવામાં આવ્યા છે. 

યુવતીઓ સાથે પૂછપરછ કરશે પોલીસ
શીઝાન પોતાની જિંદગીમાં કોઈ અન્ય યુવતી હોવાની વાતનો સ્પષ્ટ ઈનકાર કરી રહ્યો છે. સૂત્રો પ્રમાણે આ સીક્રેટ ગર્લફ્રેન્ડની ઓળખથી શીઝાનનું જૂઠ સામે આવી ગયું છે. હવે આ યુવતી અને બાકી યુવતીઓની પૂછપરછ બાદ છેલ્લી 15 મિનિટના રહસ્યનો ઉકેલ આવી શકે છે. પોલીસની સામે અનેક સવાલો છે, જેનો જવાબ મેળવવાનો બાકી છે. 

- શું શીઝાનની આ સીક્રેટ ગર્લફ્રેન્ડ વિશે તુનિષાને જાણકારી હતી કે નહીં?

- શું પોતાની છેતરપિંડી સામે આવ્યા બાદ શીઝાને તુનિષા સાથે સંબંધ તોડ્યો?

- શું છેલ્લી 15 મિનિટમાં પણ શીઝાને તુનિષાની તે યુવતી સાથે વાત કરાવી હતી?

- શીઝાને તુનિષાને એવું શું કહ્યું કે, તેણે આપઘાત કરવા જેવું મોટું પગલું ભરી લીધું? 

શૂટિંગ દરમિયાન કર્યો હતો આપઘાત
નોંધનીય છે કે તુનિષા શર્માના મોત બાદ તેના ફેન્સ આઘાતમાં છે. અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી રહેલી તુનિષાએ 20 વર્ષની ઉંમરમાં 24 ડિસેમ્બરે શોના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. શીઝાન પર તુનિષાની માતાએ પુત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો છે. હાલ પોલીસ શીઝાનની પૂછપરછ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news