ટાઇગર શ્રોફે કરી લીધી સગાઈ !

ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે

ટાઇગર શ્રોફે કરી લીધી સગાઈ !

મુંબઈ : બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અવારનવાર પોતાની એક્સરસાઇઝ વીડિયોથી બધાને ચોંકાવી દેતો હોય છે પણ આજે તેણે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી છે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. હકીકતમાં ટાઇગરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લખ્યું છે કે તે પહેલાંથી બુક્ડ છે. ટાઇગર બોલિવૂડનો એવો એક્ટર છે જે જાહેરમાં પોતાની પર્સનલ લાઇફ વિશે કંઈ પણ નથી કહેતો અને આ પોસ્ટ જાણે તેણે સગાઈ કરી હોય એવો આડકતરો ઇશારો આપે છે. 

— Tiger Shroff (@iTIGERSHROFF) February 14, 2019

ચર્ચા પ્રમાણે ટાઇગર અને દિશા ડેટિંગ કરી રહ્યા છે. આ બંને અવારનવાર એકબીજાની કંપનીની મજા માણતા જોવા મળે છે અને તેઓ લાંબા સમયથી સાથે છે. ટાઇગરની પોસ્ટ પછી એવી ચર્ચા છે કે તેણે આ પોસ્ટ દિશા માટે જ લખી છે. જોકે એ વાત અલગ છે કે ટાઇગરની પોસ્ટ પછી અનેક યુવતીઓના દિલ તુટી શકે છે. 

ટાઇગર શ્રોફની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો તે બહુ જલ્દી સ્ટુડન્ટ ઓફ ધ યર 2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે જોવા મળે છે. હાલમાં પણ એવો ખુલાસો થયો છે કે બાગી 3માં ફરીવાર ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news