શ્રદ્ધા કપૂરની માસીના ન્યૂડ સીનને જોવા માટે બ્લેકમાં વેચાઈ હતી ટિકીટ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ પદ્મીની કોલ્હાપુરે (Padmini Kolhapure) એ લાંબા સમયના બ્રેક બાદ બોલિવુડમાં વાપસી કરી છે. પદ્મીની કોલ્હાપુરેએ લગભગ છ વર્ષ પહેલા શાહીદ કપૂરની ફિલ્મ ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ ફિલ્મમાં કામ કર્યું હતું. હાલમાં જ તે સંજય દત્ત, અર્જુન કપૂર (Arjun Kapoor) અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘પાનીપત’માં નજર આવી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બહુ લાંબો સમય ટકી ન શકી.
ફિલ્મમાં હતો ન્યૂડ સીન
તમને જણાવી દઈએ કે, પદ્મીનીએ બાળપણથી જ એક્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી હતી. બહુ જ ઓછા સમયમાં તેમની પોપ્યુલારિટી વધવા લાગી હતી. અંદાજે 15 વર્ષની ઉંમરમાં 1980માં આવેલી ફિલ્મ ‘ગહરાઈ’માં તેમનો એક ન્યૂડ સીન હતો. આમ તો એ સમયમાં ન્યૂડ સીન કરવા બહુ જ મોટી વાત ગણાતી હતી. જે સીનને કારણે તેમનું નામ વિવાદોમાં આવી ગયું હતું. આ ફિલ્મમાં પદ્મીની પર કોઈ પ્રેત આત્માનો છાયો પડી જાય છે. એ આત્માને શરીરમાંથી કાઢવા માટે તાંત્રિકની ભૂમિકા ભજવી રહેલ અમરીશ પુરી બાળ કલાકાર પદ્મીનીના તમામ કપડા ઉતરાવી દે છે અને તેની નિર્વસ્ત્ર પૂજા કરે છે.
‘ઈન્સાફ કા તરાજુ’માં થઈ હતી બબાલ
તેના બાદ તરત જ તેમણે પોતાની આગામી ફિલ્મ ‘ઈન્સાફ કા તરાજુ’ થી ફિલ્મ જગતમાં હડકંપ મચાવી દીધો હતો. આ ફિલ્મના એક સીનમાં બાળ કલાકાર પદ્મીનીને એક બાદ એક પોતાના તમામ કપડા ઉતારવા પડ્યા હતા. આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવી રહેલા રાજ બબ્બર તેને જબરદસ્તી ધમકાવે છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ સીનને જોવા માટે ફિલ્મની ટિકીટ બ્લેકમાં વેચાઈ હતી. એટલું જ નહિ, ફિલ્મનો આ એક સીન જોવા માટે થિયેટરની બહાર લોકોની લાંબી લાઈનો લાગી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે