ફરી વાયરલ થયો પ્રિયા પ્રકાશનો નવો VIDEO, આ વખતે આંખથી નહીં અવાજથી જીત્યું દિલ

પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) આ વખતે પોતાની આંખોને કારણે નહીં, પરંતુ પોતાના મધુર અવાજને લઈને ચર્ચામાં છે. 

ફરી વાયરલ થયો પ્રિયા પ્રકાશનો નવો VIDEO, આ વખતે આંખથી નહીં અવાજથી જીત્યું દિલ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા સેન્સેશનથી ફિલ્મસ્ટાર બનેલી પ્રિયા પ્રકાશ વોરિયર  (Priya Prakash Varrier) એકવાર ફરી પોતાના નવા વીડિયોને કારણે ચર્ચામાં છે. હકીકતમાં પ્રિયા આ વખતે પોતાની આંખોને કારણે નહીં, પરંતુ પોતાના મધુર અવાજને કારણે ચર્ચામાં છે.

ધૂમ મચાવી રહ્યો છે પ્રિયાનો નવો વીડિયો
પોતાના પહેલા વીડિયોમાં જ્યાં પ્રિયા પ્રકાશે આંખ મારીને લોકોનું દિલ જીત્યું હતું અને રાતોરાત ઇન્ટરનેટ સ્ટાર બની ગઈ હતી, તો હવે પોતાના મધુર અવાજથી લોકોને પોતાના દીવાના બનાવી રહી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયા 'હાય રામા યે ક્યા હુઆ' ગીત ગાતી જોવા મળી રહી છે. તમે પણ જુઓ પ્રિયાનો આ નવો વીડિયો- 

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

વર્કફંટની વાત કરીએ તો પ્રિયા પ્રકાશ વોરિયરની એક્ટિંગને સૌથી વધુ ફિલ્મ ઓરૂ અદાર લવમાં પ્રશંસા મળી હતી, આ તેની પર્દાપણ ફિલ્મ હતી. ખબર છે કે તે જલદી શ્રીદેવી બંગલો અને લવ હેકર્સમાં પણ જોવા મળવાની છે. પાછલા વર્ષે શ્રીદેવી બંગલોનું ટ્રેલર સામે આવ્યું હતું, પરંતુ તેના પર બોબી કપૂરે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news