46 વર્ષે પણ ગજબ ફિટનેસ છે આ અભિનેત્રીની, બિકિની PHOTOSએ મચાવી ધૂમ

ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનારી મંદિરા બેદી હાલ માલદીવ્સમાં હોલીડે ઉજવી રહી છે. અભિનેત્રીએ કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે પીંક કલરની બિકિનીમાં જોવા મળે છે. મંદિરા બેદી 46 વર્ષની ઉંમરે પણ એટલી ફીટ છે કે તેના ફોટા જોઈને તેના ફેન્સ તેની ફિટનેસનું રહસ્ય જાણવા માંગે છે. અત્રે જણાવવાનું કે મંદિરા ગત વર્ષે પણ પુત્ર અને પતિ સાથે માલદીવ્સમાં રજાઓ ગાળવા ગઈ હતી. મંદિરા ઉપરાંત અનેક અન્ય સેલિબ્રિટીઓ પણ માલદીવને પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન ગણાવે છે. 
46 વર્ષે પણ ગજબ ફિટનેસ છે આ અભિનેત્રીની, બિકિની PHOTOSએ મચાવી ધૂમ

નવી દિલ્હી: ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનારી મંદિરા બેદી હાલ માલદીવ્સમાં હોલીડે ઉજવી રહી છે. અભિનેત્રીએ કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે પીંક કલરની બિકિનીમાં જોવા મળે છે. મંદિરા બેદી 46 વર્ષની ઉંમરે પણ એટલી ફીટ છે કે તેના ફોટા જોઈને તેના ફેન્સ તેની ફિટનેસનું રહસ્ય જાણવા માંગે છે. અત્રે જણાવવાનું કે મંદિરા ગત વર્ષે પણ પુત્ર અને પતિ સાથે માલદીવ્સમાં રજાઓ ગાળવા ગઈ હતી. મંદિરા ઉપરાંત અનેક અન્ય સેલિબ્રિટીઓ પણ માલદીવને પરફેક્ટ હોલિડે ડેસ્ટિનેશન ગણાવે છે. 

મંદિરાએ પીંક બિકિનીમાં ફોટો શેર કર્યો છે. જેમાં તે સ્વીમિંગ પુલનીં અંદર અઢળક હેલ્ધી ફૂડ સાથે જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે મંદિરા ઈન્સ્ટાગ્રામ પર વર્ક આઉટના વીડિયો પણ શેર કર્યા કરે છે. આ ઉંમર પણ તે ઈન્ડસ્ટ્રીની એબ્સ ગર્લ તરીકે ઉભરી આવી છે. મંદિરાએ ઈન્સ્ટાગ્રામ પર અનેક તસવીરો શેર કરી છે જેમાં તેના એબ્સ અને  ફિટનેસ ખરેખર ચોંકવી નાખે તેવા છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#happyplace #maldives

A post shared by Mandira Bedi (@mandirabedi) on

15 એપ્રિલ 1972ના રોજ મુંબઈના એક પંજાબી ફેમિલીમાં જન્મેલી મંદિરાએ ટીવી સીરિયલ શાંતિથી કરિયરની શરૂઆત કરી હતી. મંદિરા  બોલિવૂડની હીટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે માં પણ જોવા મળી  હતી. મંદિરાએ ટીવીના અનેક મોટા શો જેવા કે ઔરત, દુશ્મન ક્યોંકિ સાસ ભી  કભી  બહુ થીમાં કામ કર્યું હતું. ટીવી અને બોલિવૂડમાં જગ્યા બનાવ્યા બાદ મંદિરાએ ક્રિકેટ હોસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી હોસ્ટ કર્યા બાદ 2009માં મંદિરાએ આઈપીએલની બીજી સીઝન પણ હોસ્ટ કરી હતી. ક્રિકેટમાં ગ્લેમરનો તડકો લગાવવાનું કામ મંદિરાએ જ શરૂ કર્યું હતું. 

A post shared by Mandira Bedi (@mandirabedi) on

મંદિરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેની ફેન ફોલોઈંગ પણ સારી એવી છે. છાશવારે તસવીરો શેર કરતી રહે છે. મંદિરાએ ફિલ્મ પ્રોડ્યુસર રાજ કૌશલ સાથે 1999માં લગ્ન કર્યા હતાં. મંદિરા એક અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસવુમન પણ છે. મંદિરાએ લેકમે ફેશન વીક 2014માં ડિઝાઈનર તરીકે ડેબ્યુ કર્યું હતું. 2013માં તેણે પોતાનો સિગ્નેચર સાડી સ્ટોર લોન્ચ કર્યો હતો. મંદિરાનો એક પુત્ર છે જેનું નામ વીર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news