ભારતમાં ધમાલ મચાવ્યા બાદ સિંગાપુર અને યૂએઈમાં રિલીઝ થશે 'The Kashmir Files'

The Kashmir Files: ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવે આ ફિલ્મ યૂએઈ અને સિંગાપુરમાં રિલીઝ થવા તૈયાર છે. 

ભારતમાં ધમાલ મચાવ્યા બાદ સિંગાપુર અને યૂએઈમાં રિલીઝ થશે  'The Kashmir Files'

નવી દિલ્હીઃ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની દેશ અને દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારૂ પ્રદર્શન કરી રહી છે. હવે આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ દુબઈ અને સિંગાપુરની સાથે કેટલાક અન્ય દેશોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. 

આ દેશોમાં થશે રિલીઝ
હકીકતમાં યૂએઈ અને સિંગાપુરમાં ધ કાશ્મીર ફાઇલ્સને સેન્સરની મંજૂરી મળી ચુકી છે. આ ફિલ્મ કાશ્મીરમાં થયેલી વાસ્તવિક ઘટનાઓને દર્શાવે છે, જ્યાં પાકિસ્તાનના સમર્થનથી ઇસ્લામી અલગાવવાદીઓ દ્વારા એક સાંપ્રદાયિક અભિયાન શરૂ કરાયા બાદ કાશ્મીરી પંડિતોને મારવામાં આવ્યા અને તેમને પોતાની જમીન છોડી ભગાડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. પિલ્મ મતભેદને દેખાડે છે અને તે પણ દેખાડે છે કે કઈ રીતે લાખો કાશ્મીરી હિન્દુ પોતાના દેશમાં શરણાર્થીના રૂપમાં વર્ષો સુધી તંબુમાં રહ્યાં. 

— Anupam Kher (@AnupamPKher) March 30, 2022

કોઈ કટ વગર રિલીઝ થશે ફિલ્મ
સૌથી ખાસ વાત છે કે આ ફિલ્મ કોઈ કટ વગર રિલીઝ થવાની છે. ખુદ વિવેક અગ્નિહોત્રીએ યૂએઈ અને સિંગાપુરમાં સેન્સરની મંજૂરી મળવાની ખુશખબર શેર કરતા પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે. તેમણે લખ્યું- આ ખુબ મોટી વાત છે કે અમારી ફિલ્મને યૂએઈના સેન્સર બોર્ડની મંજૂરી મળી ગઈ છે. રેટેડ 15 પ્લસની સાથે આ ફિલ્મ કોઈ કટ વગર 7 એપ્રિલે રિલીઝ થશે. હવે સિંગાપુરનો વારો છે. 

4 સપ્તાહ સુધી ચાલી તપાસ
આ ખબરને સંભળાવતા વિવેકે એક મોટી જાણકારી શેર કરી ચે. તેમણે પોસ્ટમાં લખ્યું- ભારતમાં, કેટલાક લોકો તેને ઇસ્લામોફોબિક કરી રહ્યા છે પરંતુ એક ઇસ્લામિક દેશે 4 સપ્તાહની તપાસ બાદ 0 કટ અને 15 વર્ષથી ઉપરના દર્શકો માટે તેને પાસ કરી છે, જ્યારે ભારતમાં તે 18 પ્લસ છે. 

દમદાર છે સ્ટાર કાસ્ટ
વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા લેખિત અને દિગ્દર્શિત, એક્સોડસ ડ્રામામાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી, ભાષા સુંબલી અને ચિન્મય માંડલેકર સહિત ઘણા કલાકાર છે. ઝી સ્ટૂડિયોઝ અને તેજ નારાયણ અગ્રવાલ, અભિષેક અગ્રવાલ, પલ્લવી જોશી અને વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા નિર્મિત ફિલ્મ 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news