ઈશા અંબાણીના લગ્ન માટે ભારત આવી રહી છે આ હોલીવુડ સેલિબ્રિટી, અબજોની સંપત્તિની છે માલિક

પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ બાદ હવે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 
 

 ઈશા અંબાણીના લગ્ન માટે ભારત આવી રહી છે આ હોલીવુડ સેલિબ્રિટી, અબજોની સંપત્તિની છે માલિક

નવી દિલ્હીઃ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન ચાલી રહી છે, પ્રિયંકા ચોપડા અને દીપિકા પાદુકોણ બાદ હવે દેશના સૌથી ધનિક અને ચર્ચિત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઈશાના લગ્નમાં દેશ જ નહીં વિદેશથી પણ જાણીતી હસ્તિઓ સામેલ થવા માટે ભારત આવી રહ્યાં છે. સેલિબ્રિટી ફોટગ્રાફર વાયરલ ભયાનીએ પોતાની ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ખબર આપી કે આ લગ્ન માટે જાણીતી હોલીવુડ એક્ટ્રેસ ટેલર સ્વિફ્ટ ભારત આવવાની છે. 

વાયરલ ભયાનીએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની જાણકારી આપતા લખ્યું કે, ટેલર સ્વિફ્ટ ભારત આવી રહી છે. પહેલા સમાચાર હતા કે સિંગટ બિયોન્સે પરફોર્મ કરવા આવશે પરંતુ તે હવે આ લગ્નમાં આવી શકશે નહીં. 

Taylor Swift

મહત્વનું છે કે, 28 વર્ષી ટેલર સ્વિફ્ટ 320 મિલિયન ડોલરની માલિક છે. આ સાથે ટેલરે આજે જાહેર થયેલી ફોર્બ્સની વિશ્વની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ જગ્યા બનાવી છે. તો બીજીતરફ વાત કરીએ ઈશા અંબાણીની તો મુકેશ અંબાણીની લાડકી પુત્રીના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પીરામલ સાથે થવાના છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news