આદિવાસી સમાજ પર આપત્તિજનક ટિપ્પણી કરીને ભેરવાયા જેઠાલાલ, માંગવી પડી માફી

Tarak Mehta Ka Ulta Chashma : જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ આદિવાસી સમાજની માફી માગી... સિરીયલના એપિસોડમાં આદિવાસી સમાજ વિશે કરી હતી આપત્તિજનક ટિપ્પણી... 
 

આદિવાસી સમાજ પર આપત્તિજનક ટિપ્પણી કરીને ભેરવાયા જેઠાલાલ, માંગવી પડી માફી

Jethalal Or Dilip Joshi સુરત : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘર ઘરમાં ફેમસ થયેલા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ શોમાં એક ટિપ્પણી બદલ આદિવાસી સમાજની માફી માંગી છે. સીરિયલના એક એપિસોડમાં આદિવાસી સમાજ વિશે આપત્તિજનક ટિપ્પણી કરાઈ હતી. આદિવાસી સમાજને અપમાનિત કરતી ટિપ્પણી જેઠાલાલ દ્વારા કરવામાં આવી હતી હતી. જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તેમજ આદિવાસી સમાજે જેઠાલાલ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ બાદ જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીએ માફી માંગતો વીડિયો જાહેર કર્યો છે. જેઠાલાલ દિલીપ જોશીએ આદિવાસી સમાજની માફી માંગી છે.

ફરીથી અમારા દ્વારા આવી કોઈ ભૂલ નહિ થાય - જેઠાલાલ 
તેમણે વીડિયોમાં કહ્યું કે, તારક મહેતા કા ઉલટા ચશ્માના એક શોમાં ગણપતિ ઉત્સવમાં એવુ નાટક બતાવાયુ હતું, તેમાં મારા એક ડાયલોગને કારણે આદિવાસી સમાજની લાગણી દુભાઈ હતી. અમારા દિલમાં કોઈ પણ વિશે, કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ કે આદિવાસી સમાજ માટે કોઈ જ વાત નથી કે અમે કોઈની મજાક ઉડાવીએ. છતા તમને લાગે છે કે અમારા કારણે તમારી લાગણી દુભાઈ છે, તો હું દિલથી તમારી માફી માંગુ છું. ફરીથી અમારા દ્વારા આવી કોઈ ભૂલ નહિ થાય. તમે પણ મોટું દિલ રાખીને અમને માફ કરજો. 

લોકપ્રિય શો તારક મહેતા કા ઉલટા ચશ્મા સતત વિવાદોમાં આવતો રહે છે. તો ક્યારેક શોના સ્ટાર્સ શો પર અનેક આરોપો લગાવી ચૂક્યા છે. તાજેતરમાં જ એક સીનમાં શીખ યુવકના ગળામાં ટાયર નાંખવાનો સીન બતાવવામાં આવ્યો હતો. જેના પર શીખ સંગઠનોએ આપત્તિ વ્યક્ત કી હતી. શીખ સંગઠનોએ કહ્યું હતું કે, નાટકમાં શીખ વ્યક્તિના ગળામાં ટાયર નાંખવાના સીનને ફિલ્માવીને શીખના 1984 ના રમખાણો યાદ કરાવવાનો પ્રયાસ કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news