ધનુશની આ ફિલ્મમાં થઇ 'ગેમ ઓફ થ્રોંસ'ના લોર્ડ કમાંડર જેમ્સ કોસ્મોની એંટ્રી

જેમ્સે 'ગેમ્સ ઓફ થ્રોંસ'માં લોર્ડ કમાંડરની ભૂમિકા ભજવી હતી. જેમ્સને 'બ્રેવહાર્ટ, 'ટ્રોય', 'ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા: ધ લાયન', 'વિચ એન્ડ ધ વોર્ડરોબ' અને ઘણા અન્ય હોલીવુડ ફિલ્મો માટે જાણિતા છે. 

ધનુશની આ ફિલ્મમાં થઇ 'ગેમ ઓફ થ્રોંસ'ના લોર્ડ કમાંડર જેમ્સ કોસ્મોની એંટ્રી

નવી દિલ્હી: નિર્દેશક કાર્તિક સુબ્બારાજ અને ધનુષની એક્શન થ્રિલર ફિલ્મ પર વર્ષ 2016થી કામ ચાલી રહ્યું છે. પ્રોડક્શનમાં ફેરફારના કારણે આ ફિલ્મને લઇને આટલું મોડું થયું છે. ત્રણ વર્ષ બાદ, હવે ફિલ્મ 'D40' નું શૂટિંગ લંડનમાં શરૂ થવા માટે તૈયાર છે. 'D40' માં હવે કેટલાક નવા કલાકારોને લેવામાં આવ્યા છે, જેમાં હોલીવુડના ફેમસ એક્ટર જેમ્સ કોસ્મો મુખ્ય રૂપથી સામેલ છે. જેમ્સે 'ગેમ્સ ઓફ થ્રોંસ'માં લોર્ડ કમાંડરની ભૂમિકા ભજવી હતી. જેમ્સને 'બ્રેવહાર્ટ, 'ટ્રોય', 'ધ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા: ધ લાયન', 'વિચ એન્ડ ધ વોર્ડરોબ' અને ઘણા અન્ય હોલીવુડ ફિલ્મો માટે જાણિતા છે. 

નિર્દેશકે ટ્વિટ કરી આપી જાણકારી 
કાર્તિકે એક ટ્વિટ દ્વારા આ જાણકારી લોકો સુધી પહોંચાડી છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું, 'વેલકમ ઓન બ્તોડ, સર!! એક એવા અભિનેતા સાથે કામ કરવા માટે ઉત્સાહિત અને ખૂબ ખુશ છું, જેને 'બ્રેવહાર્ટ, 'ટ્રોય' અને 'ગેમ ઓફ થોંસ' જેવી પ્રસિદ્ધ ફિલ્મોમાં અભિનય કર્યો. ફિલ્મનું શૂટિંગ લંડનમાં થવાનું છે અને કાર્તિક ઇચ્છે છે કે આ ફિલ્મમાં વધુ કેટલાક હોલીવુડ અભિનેતાઓને સામેલ કરવામાં આવે, એટલા માટે તેમણે અલ પચીનો અને રોબર્ટ ડી નીરો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ રહ્યા કારણ કે આ કઠિન પ્રક્રિયા હતી. 

ધુનષની સાથે ઐશ્વર્યા જોવા મળશે
કાર્તિકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ ગેંગસ્ટર અપ્ર આધારિત એક એક્શન થ્રિલર ફિલ્મ છે. ફિલ્મ કહાણી ન્યૂયોર્કમાં શરૂ થાય છે અને એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે હોલિવુડના એક જાણિતા અભિનેતા ઇચ્છે છે. હું ઇચ્છું છું કે 'ધ ગોડફાધર'ની કોઇ વ્યક્તિ ભૂમિકા ભજવે. અમે રોબર્ડ ડી નીરો અને અલ પચિનો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ અમારો પ્રયત્ન બેકાર ગયો. આ તેમના સુધી પહોંચવાની એક થકાઉ પ્રક્રિયા હતી. તમને જણાવી દઇએ કે ફિલ્મનું શૂટિંગ બે દિવસની અંદર લંડનમાં શરૂ થઇ જશે. આ ફિલ્મમાં ધનુષની સાથે મલયાલમ અભિનેત્રી ઐશ્વર્યા લક્ષ્મી જોવા મળશે. ઐશ્વર્યાની તમિળમાં ડેબ્યૂ ફિલ્મ હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news