Taarak Mehta...ના 'ચંપકલાલ' પર લાગ્યો હતો 'જેઠાલાલ'ની પત્નીની છેડતીનો આરોપ!
દિલિપ જોશી (Dilip Joshi) ની જેમ ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ(Amit Bhatt) પણ ખુબ લાંબા સમયથી લોકોને હસાવતા આવ્યા છે. ખાસ વાત તો એ છે કે બંને આ અગાઉ પણ એક સિરીયલમાં સાથે કામ કરી ચૂક્યા છે.
Trending Photos
નવી દિલ્હી: ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) વર્ષોથી લોકોનું મનોરંજન કરવામાં અવ્વલ રહ્યો છે. લોકોને શોના તમામ કલાકારો ખુબ પસંદ છે અને બધાની અલગ અલગ પ્રકારની ફેન ફોલોઈંગ છે. આ શોના તમામ સ્ટાર્સ ખુબ પરિપકવ છે અને ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમયથી ટકેલા છે. વાત કરીએ જેઠાલાલ એટલે કે દિલિપ જોશીની તો તેમની ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ છે. તેમણે બોલીવુડની અનેક હિટ ફિલ્મોથી લઈને કેટલીય સીરિયલોમાં કામ કર્યું છે. આવામાં જો અમે તમને એમ કહીએ કે જેઠાલાલ બાપૂજી ચંપકલાલ ગડા પણ તેમનાથી જરાય કમ નથી તો તમને જાણીને અચરજ થશે.
દિલિપ અને અમિત છે જૂના સાથી
વાત જાણે એમ છે કે દિલિપ જોશી (Dilip Joshi) ની જેમ ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ(Amit Bhatt) પણ ખુબ લાંબા સમયથી લોકોને હસાવતા આવ્યા છે. ખાસ વાત તો એ છે કે બંને આ અગાઉ પણ એક સિરીયલમાં સાથે કામ કરી ચૂક્યા છે. દિલિપ જોશી અને અમિત ભટ્ટ, કવિતા કૌશિક ફેમ શો એફઆઈઆરનો ભાગ રહ્યા હતા. બંનેએ આ શોમાં લોકોને ખુબ હસાવ્યા હતા. બંને આ શોમાં અલગ અલગ ભૂમિકા ભજવતા નજરે ચડતા હતા. એટલે કે તેમનો કોઈ ફિક્સ રોલ નહતો. આ શોની સ્ક્રિપ્ટની ડિમાન્ડની સાથે અલગ અલગ રોલ ભજવતા હતા. લોકોને તેમનો આ અંદાજ પણ ખુબ પસંદ પડ્યો હતો.
મજેદાર હતું અમિતનું પાત્ર
FIR નો એક એપિસોડ એવો પણ હતો જેમાં અમિત ભટ્ટ એક રોમિયોની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને શોમાં દિલિપ જોશીએ પોલીસ સ્ટેશનમાં એક છેડતીનો કેસ નોંધાવ્યો હતો. આ છેડતીના કેસમાં અમિત ભટ્ટને કવિતા કૌશિકના પોલીસ સ્ટેશનમાં હાજર કરાયા હતા. જ્યાં એ સાબિત થયું હતું કે રોમિયો બનેલા અમિત ભટ્ટે સિરિયલમાં દિલિપ જોશીની પત્ની શાંતિને છેડી નહતી. પરંતુ આ આ એપિસોડમાં બનેનો લૂક અને સ્ટાઈલ ખુબ જ મજેદાર હતા. આજે પણ ફેન્સ તેનો વીડિયો જોઈને લોથપોથ થઈ જાય છે.
FIR માં જોવા મળતા હતા
અત્રે જણાવવાનું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો 2008થી ચાલે છે. આ શો અગાઉ દિલિપ જોશી એફઆઈઆરમાં સાઈડ રોલ્સમાં જોવા મળતા હતા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયા બાદ દિલિપ જોશીએ એફઆઈઆરથી અંતર જાળવ્યું. દિલિપ જોશીની જેમ શોમાં જેઠાલાલના બાપુજી બનેલા અમિત ભટ્ટે પણ એફઆઈઆરને અલવિદા કરી દીધી. થોડા વર્ષો બાદ એફઆઈઆર શો પણ બંધ થઈ ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે