સુશાંતની બહેને ફરીથી PM Modi પાસે માંગી મદદ, આ વખતે લોકમાન્ય તિલકનો કર્યો ઉલ્લેખ
Trending Photos
નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની બહેન શ્વેતા સિંહ કિર્તીએ પીએમ મોદીને સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ફરીથી ગુહાર લગાવી છે. આ વખતે કિર્તીએ લખ્યું કે મારા પ્રિય સર, આ સમય આપણા માટે લોકમાન્ય તિલકની 'ન્યાયની ભાવના' નો અભ્યાસ કરવાનો છે જે તમને પ્રેરિત કરે છે. કૃપા કરીને મારું નિવેદન છે કે આ કેસ પર જેમ બને તેમ જલદી ધ્યાન આપો.
શ્વેતાએ એક ઓગસ્ટના રોજ પણ પીએમ મોદીને ટ્વિટ કરીને ન્યાયની ગુહાર લગાવી હતી. શ્વેતાએ લખ્યું હતું કે હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું અને આ સમગ્ર કેસની તત્કાળ તપાસની અપીલ કરું છું. અમે ભારતની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ કરીએ છીએ અને કોઈ પણ કિંમત પર ન્યાયની આશા રાખીએ છીએ.
My Dear Sir,
It is time for us to practice Lokmanya Tilak’s “the sense of justice” that inspires you. Please, my humble request is to look into the matter ASAP. 🙏 @narendramodi @PMOIndia https://t.co/8kIgyUZpjP
— shweta singh kirti (@shwetasinghkirt) August 2, 2020
અત્રે જણાવવાનું કે સુશાંતે 14મી જૂનના રોજ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું. સુશાંતના પિતાએ એક મહિના પછી બિહારમાં એફઆઈઆર નોંધાવી અને સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ લગાવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે