Sushant Singh Rajputની Audio Clip લીક, આ ઓડિયો ક્લિપે મચાવ્યો હંગામો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે આજે એક એવો ઓડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સાથે બેસી કન્સલટન્સી લઇ રહ્યો છે. વાતચીતથી જાણવા મળ્યું છે કે, સુશાંતને જાન્યુઆરીમાં ખબર પડી હતી કે તે બીમાર છે અને કામ કરવાની સ્થિતિમાં નથી.
Sushant Singh Rajputની Audio Clip લીક, આ ઓડિયો ક્લિપે મચાવ્યો હંગામો

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોત મામલે આજે એક એવો ઓડિયો સામે આવ્યો છે, જેમાં તે તેના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સાથે બેસી કન્સલટન્સી લઇ રહ્યો છે. વાતચીતથી જાણવા મળ્યું છે કે, સુશાંતને જાન્યુઆરીમાં ખબર પડી હતી કે તે બીમાર છે અને કામ કરવાની સ્થિતિમાં નથી.

સુશાંત આ વાતચીતમાં કહી રહ્યો છે કે, જેટલી પણ ફિલ્મોની ઓફર્સ છે બધાને ના પાડી દો. સુશાંત એ પણ જાણવા માંગે છે કે હમણાં તેની પાસે કેટલા રૂપિયા છે તેમાં કેટલા દિવસ કામ ચાલી શકે છે. જો કે ઝી મીડિયા આડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ આ સમગ્ર બાબતમાં આડિયો ખૂબ મહત્વપૂર્ણ હોઈ શકે છે.

કારણ કે આ વાતની આશંકા છે કે, આ ઓડિયો ઇરાદાપૂર્વક લીક કરવામાં આવ્યો છે, જેથી આ સાબિત થઇ શકે કે, સુશાંત સિંહ રાજપૂત પહેલાથી ડિપ્રેશનમાં હતા. એવું પણ બની શકે છે કે રિયા જાણે છે કે સુશાંતની હાલત તેણી આપેલી દવાઓને કારણે થઈ છે. તે પણ શક્ય છે કે તેણે બધી મિલકતોમાં રિયાને નોમિની બનાવતો.

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું રહસ્ય ડ્રગ્સ અને પૈસાના વ્યવહારોની આસપાસ ફરે છે. સુશાંત અને તેના ફાઇનાન્શિયલ પ્લાનરની વાતચીતમાં રિયા ચક્રવર્તી પણ હતી. આ આખી વાતચીત એટલી બધી સમજણ આપે છે કે સુશાંત તેની અભિનય કારકિર્દીથી ચિંતિત હતો અને ભવિષ્ય સુરક્ષિત કરવા માંગતો હતો. આ વાતથી સવાલ ઉભો થાય છે કે આવી વ્યક્તિ આત્મહત્યા કેમ કરે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news