Sushant Singh Death Case: સુશાંતને રિયા ચક્રવર્તીએ ડ્રગ્સની લતે ચઢાવ્યો, NCB નો મોટો ખુલાસો

Sushant Singh Death Case: બે વર્ષ પહેલા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ તેના રૂમમાંથી મળ્યો હતો. આજ સુધી તેના મોતનું કારણ સામે આવ્યું નથી. આ મામલે તપાસ કરી રહેલા નાર્કોટિક્સ વિભાગની ટીમે મોટો ખુલાસો કર્યો છે. કહ્યું કે સુશાંતને ડ્રગ્સની લત રિયા ચક્રવર્તીએ લગાડી હતી.

Sushant Singh Death Case: સુશાંતને રિયા ચક્રવર્તીએ ડ્રગ્સની લતે ચઢાવ્યો, NCB નો મોટો ખુલાસો

Sushant Singh Death Case: સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સની આદત તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ જ લગાડી હતી. તેનો ખુલાસો એનસીબીએ કર્યો છે. આ વિશે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કેસમાં રિયા અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીની સામે ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં રિયા અને 34 અન્ય આરોપીઓ પર હાઈ સોસાયટી અને બોલીવુડના લોકોને ડ્રગ્સ સપ્લાય કરવાનો ગુનો દાખલ છે. સુશાંત સિંહ રાજપૂતને પણ તેણે જ નશાની લત લગાવી હતી.

એનસીબીએ કર્યો આ દાવો
એનસીબીએ રિયા પર આરોપ લગાવ્યો છે કે તેણે સુશાંત સિંહ રાજપૂત માટે ડ્રગ્સ ખરીદ્યું અને તેના માટે ચૂકવણી કરી. આ મામલે 35 આરોપીઓ સામે કુલ 38 આરોપ લગાવ્યા છે. NCB એ તેમની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે રિયાએ સૈમુઅલ મિરાંડા, શોવિક ચક્રવર્ચી, દીપેશ સાવંત અને બીજા લોકો પાસેથી ઘણી વખત ગાંજો લીધો. ગાંજાની ડિલીવરી લીધા બાદ રિયાએ તેને દિવંગત સુશાંત સિંહ રાજપૂતને સોંપ્યો.

ગાંજા માટે રિયાએ કર્યું પેમેન્ટ
રિયાએ માર્ચ 2020 થી સપ્ટેમ્બર 2020 દરમિયાન ગાંજાની આ ડિલીવરીનું પેમેન્ટ કર્યું. ચાર્જશીટ અનુસાર, રિયાએ એનડીપીએસ અધિનિયમ 1985 ની કલમ 8(C) સાથે 20[b][ii]A, 27A,28, 29 & 30 અંતર્ગત ગુનો કર્યો છે.

રિયાને થઈ શકે છે 10 વર્ષની જેલ
એનસીબીએ જે ખુલાસા કર્યો અને દાવો સાચા સાબિત થશે તો રિયા ચક્રવર્તીને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, કોવિડ કાળમાં એક્ટર સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020 ના તેના ઘરમાં મૃત હાલતમાં મળ્યો હતો. સુશાંત આકસ્મિક નિધને સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો હતો. સુશાંતના પરિવારે સુશાંત સિંહના મોતની જવાબદાર રિયા ચક્રવર્તીને ઠેરાવી હતી. સુશાંત કેસની ઘણી તપાસ એજન્સીઓએ તપાસ કરી પરંતુ મોતનું કારણ આજ સુધી સામે આવ્યું નથી. એવામાં એનસીબીનો આ દાવો કેટલો સાચો સાબીત થયા છે તે જોવાનું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news