સુશાંત કેસ: CBIનો આજે શું છે પ્લાન? આ લોકોની પૂછપરછ કરી શકે છે ટીમ
Trending Photos
મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇટ મામલે આજ સીબીઆઇ તપાસનો પાંચમો દિવસ છે અને છેલ્લા ચાર દિવસથી સીબીઆઇની ટીમ આ મામલે ઘણી ઝડપી તપાસ કરી રહી છે. ત્યારે સામાચાર છે કે, આજ સુશાંતના નજીકના મિત્રો સૈમુઅલ મિરાંડાની સીબીઆઇની ટીમ પૂછપરછ કરી શકે છે. સૈમુઅલ મિરાંડા (Samuel Miranda)ને આ મામલે મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની નજીક કહેવામાં આવે છે.
સીબીઆઇનો આજનો પ્લાન
- રિયા અને સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પણ પૂછપરછ કરે છે સીબીઆઇ
- સુશાંતની સાયકોલોજિકલ ઓટોપ્સી કરાવશે સીબીઆઇ, સીબીઆઇની એફએસએલ લેબમાં સાયકોલોજિકલ ઓટોપ્સી થશે, સાયકોલોજિકલ ઓટોપ્સીમાં સુશાંતના મગજનો અભ્યાસ કરશે.
- ફોરેન્સિક ટીમ સુશાંતના નોટ્સ મેસેજનો પણ અભ્યાસ કરશે.
- રિયા ચક્રવર્તીને આજે પૂછપરછ માટે સીબીઆઇ મોકલી શકે છે સમન.
આ પણ વાંચો:- ડબલ ગેમ રમી રહી છે Rhea Chakraborty? જાણો Sushant Suicide Case માં આવ્યો કેવો વળાંક
સાથે જ મુંબઇ પોલીસના અધિકારી ડીઆરડીઓ (DRDO) ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે, સીબીઆઈની ટીમ રોકાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર CBIના વરિષ્ઠ અધિકારીઓનું કહેવું હતું કે, આ કેસમાં ના તો હત્યાનું કોઇ મોટિવ છે ના આત્મહત્યાનું કોઇ મોટિવ જોવા મળી રહ્યું છે. એટલા માટે સીબીઆઇએ હવે સુશાંતના વ્યવહાર વિશે જાણકારી ભેગી કરવા એક ટીમને કામે લગાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે